Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

વરિષ્ઠ નાગરીક પરીસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હસુભાઈ દવેની વરણી

રાજકોટ, તા. ૨૩ : ભારતીય મઝદૂર સંઘ સંચાલિત પેન્શનરોના વિવિધ રજીસ્ટર્ડ યુનિયનો, એસોસીએશનો તથા અન્ય આવી જ પેન્શનરો માટે કામ કરતી તમામ સંસ્થાઓનું રાષ્ટ્રીય લેવલે કામ થાય અને નિવૃત કર્મચારીઓને રાજય તથા કેન્દ્ર સરકાર લેવલે સમસ્યાઓના નિરાકરણ માટે એક રાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા જણાતા ભારતીય મઝદૂર સંઘે દેશમાં વિવિધ જગ્યાએ કામ કરતી આવી સંસ્થાઓના ૨૧ રાજયમાંથી આવેલ પ્રતિનિધિઓનું એક રાષ્ટ્રીય અધિવેશન તાજેતરમાં જ નાગપુર ખાતે ભારતીય મઝદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બી. કે. રાયના અધ્યક્ષસ્થાને યોજાયેલ હતું.

આ અધિવેશનમાં દેશભરમાંથી આશરે ૫૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધેલ હતો. જેનું ઉદ્દઘાટન ભારતીય મઝદૂર સંઘના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી બ્રિજેશ ઉપાધ્યાયે કરેલ હતું. આ અધિવેશનમાં બે ઠરાવો પાસ કરવામાં આવેલ. જેમાં એક તમામ પેન્શનરોને મેડીકલનો લાભ આપવો જોઈએ તથા બીજો ઠરાવ પ્રોવિડન્ટ ફંડ હેઠળ પેન્શન મેળવતા રૂ.૧૦૦૦ લઘુતમ પેન્શન મળે છે તેના બદલે રૂ. ૫૦૦૦ સુધી આપવુ જોઈએ. આ અધિવેશનમાં વરિષ્ઠ નાગરીક પરીસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે શ્રી હસુભાઈ દવે (મો.૯૪૨૬૨ ૫૪૦૫૩)ની તથા રાષ્ટ્રીય મહામંત્રી તરીકે શ્રી વસંતરાવ પિંપલાપુરેની વરણી કરવામાં આવેલ છે. શ્રી અંબાલાલ ચૌહાણ (ભરૂચ) ઉપાધ્યક્ષ તરીકે અને બે કારોબારી સભ્ય તરીકે ગુજરાતમાંથી લેવામાં આવેલ છે.

આ અધિવેશનમાં સમારોહ ડો. કુલકર્ણી, મહારાષ્ટ્ર વિદર્ભના સંગઠન મંત્રીએ કરેલ હતો. ભારતીય મઝદૂર સંઘ વિદર્ભ પ્રદેશના હોદ્દેદારોએ વ્યવસ્થા કરેલ હતી.(૩૭.૪)

(12:10 pm IST)