Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે સ્કુલ એડવેન્ચર (સાહસિકતા) કેમ્પ

રાજકોટ તા.૨૩ વિદ્યાર્થીઓમાં સાહસિકતા, નીડરતા, શૂરવીરપણું તેમજ  સામાજિક - સમાજોપયોગી ભાવના ઉત્પન્ન થાય તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સંચાલિત એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે શા. માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને  ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની નીચે,  ગુજરાત સ્પોર્ટસ એકેડેમી જેતપુર દ્વારા રાયફલ શુટીંગ, આર્ચરી –(તીરંબાજી), રીવર ક્રોસીંગ, લેડરીંગ, ઇમરન્સી લેન્ડીંગ, કમાન્ડો બ્રીજ વગેરે અનેક સાહસિક પ્રવૃ‌ત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુરુકુલના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહથી ભાગ લઇ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.

આગામી તા.૩૦ એપ્રિલ થી ૩૦ મે દરમ્યાન યોજાઇ રહેલ સમરકેમ્પમાં પણ આ એડવેન્ચર (સાહસિકતા) પ્રવૃ‌ત્તિ રાખવામા આવેલ છે.

(12:07 pm IST)