Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

વર્લીફીચર ના આંકડાઓ લખી પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશન ટીમ

રાજકોટઃ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર કોઠારીયા સોલવન્ટ નારાયણનગર પ્રા. શાળા નજીક નાગબાપાના મંદીર પાસે રોડ ઉપર વર્લફીચરના આંકડા લખી રૂપીયાની હારજીતનો જુગાર રમતા આરોપીને પકડી પાડી જુગારનો કેસ શોધી કાઢેલ છે. પકડાયેલ આરોપીનું નામ હિતેષ ઉર્ફે લાલો દાનસીંગભાઇ ઝાલા (ઉ.વ. ૩૪ રહે. હરીદ્વાર  સોસા. કનૈયા પાન સામે વિમલભાઇ લાઠીયાના મકાનમાં ભાડેથી કોઠારીયા સોલવન્ટ રાજકોટ) છે.

તેની પાસેથી રોકડા રૂપીયા ૧,૪૮૦/- તથા મોબાઇલ નંગ- ૧ કિં.રૂ. ૫૦૦/- તેમજ એક બોલપેન તથા વર્લી ફીચરના આંકડા લખેલ ચીઠીઓ નંગ-૨ કિ.રૂ.૦૦ - સાથે મળી કુલ મુદામાલ કિંમત રૂા.૧,૯૮૦ કબ્જે કર્યા છે. 

આ કામગીરી પોલીસ ઈન્સ્પેકટર વી.જે.ચાવડા તથા પો.સબ ઇન્સ. એમ.એમ.ઝાલા તથા પો.હેડ કોન્સ.

કૌશેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા શૈલેષભાઇ નેચડા તથા કુલદિપસિંહ જાડેજા તથા જયપાલભાઇ બરાળીયા તથા ભીખુભાઇ મૈયડ તથા ઉમેદભાઇ ગઢવીએ કરી છે.

(10:03 pm IST)