Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ખુન,ખુનની કોશીષ,લુંટ, રાયોટીંગમાં પકડાયેલ તથા શરીર સબંધી ગુન્હામાં છેલ્લા 10 વર્ષથી નાસ્તા ફરતા શખ્સને પકડી લેતી પ્ર.નગર પોલીસ

 રાજકોટઃ પ્ર.નગરના પો.સ.ઈન્સ કે.ડી.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વીસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન પો.સબ.ઈન્સ. કે.ડી. ૧ તથા પો તથા પો.કોન્સ અક્ષયભાઈ ડાંગર તથા કોન્સ. મહાવીરસિંહ જાડેજા નાઓને મળેલ સયુકત હકીકતના આધારે આરોપી સલીમ ઉર્ફે સલીયો ઉર્ફે સલુડો હનીફશા શાહમદાર ઉ.વ.-૩૧ રહે-ભગવતીપરા જયપ્રકાશનગર ૧૪૮ નો ખુણો રાજકોટ વાળાને પ્ર.નગર પો.સ્ટે. ગુ.ર.નં-૨૭૮/૨૦૧૧ આઈ.પી.સી. ક-૩૨૩, ૩૨૪,૫૦૪, ૧૧૪,૧૮૮ મુજબના કામે પકડવાનો બાકી હોય જેથી મજકુરને ઉપરોકત ગુન્હાના કામે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે. આ શખ્સ 10 વર્ષથી ફરાર હતો.

આ કામગીરી પીઆઇ એલ.એલ. ચાવડા, પો.સબ ઇન્સ કે.ડી.પટેલ તથા પો.હેડકોન્સ દેવશીભાઇ ખાંભલા તથા પો.કોન્સ યુવરાજસિંહ જાડેજા તથા પ્રદીપસિંહ ગોહીલ તથા મહાવીરસિંહ જાડેજા તથા અક્ષયભાઈ ડાંગર તથા અશોકભાઈ હુંબલ સહિતે  પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ  તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ  તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશ્નર  પી.કે.દિયોરાની સૂચના હેઠળ થઈ હતી.

(10:00 pm IST)