Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ભૂલી પડેલી 2 અને 3 વર્ષની બાળકીઓનું વાલી સાથે મિલન કરાવતી ભક્તિનગર પોલીસ

રાજકોટ: ભૂલી પડેલી બે માસૂમ બાળકીનું ભક્તિનગર પોલીસે તેના વાલી સાથે મિલન કરાવ્યું હતું. પો.ઇન્સ. જે.ડી.ઝાલાએ વિસ્તારમાં કોઇ અનીચ્છનીય બનાવ બને તેની તકેદારી રાખવા સુચના થયેલ હોય જે અનર્થે આજ રોજ ભકિતનગર પોલીસ સ્ટેશનના ઇન્વે એ.એસ.આઇ. નરેન્દ્રભાઇ ભદ્રેચા તથા પો.કોન્સ. મયુરભાઇ ઠાકર પોતાની ફરજ પર પો.સ્ટે. હાજર હતા તે દરમ્યાન પી.સી.આર. નં-૯ ના ઇન્ચાર્જ મયુરસિંહએ કંટ્રોલરૂમ મારફતે કોલ આધારે બે બાળકી ઉમંર વર્ષ ૩ તથા ૨ વર્ષ વાળી જયરાજ હોસ્પીટલ ભક્તિનગર સર્કલ પાસેથી બીનવારસી મળી આવતા તેઓ બંને બાળકીને અત્રે પોલીસ સ્ટેશન ખાતે લાવી ઇન્વે સ્ટાફ ને સોંપતા તુરંત જ ઇન્વેમા ફરજ બજાવતા એ.એસ.આઇ. નરેન્દ્રભાઇ ભદ્રેચાએ અમોને જાણ કરેલ જેથી અમો પો.ઇન્સ. જે.ડી.ઝાલાએ તે બાળકીના ફોટા પોલીસ વ્હોટસએપ ગૃપ તથા મીડીયા ગૃપમાં શેર કરી તેમજ વિસ્તારમાં રહેલ પેટ્રોલીંગ વાહનોને તથા ડી-સ્ટાફના માણસોને જાણ કરી અલગ-અલગ ટીમો બનાવી બાળકીના વાલીવારસની તપાસ તજવીજ કરાવતા અને બંને બાળકીની મહિલા હોમગાર્ડ નયનાબેન દ્વારા યુક્તિ-પ્રયુક્તિ અને પ્રેમથી વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા આ બાળકી રિયા ઉ.વ ૦૩ તથા બાળકી પવિત્રા  ઉ.વ ૨ વર્ષની હોવાનુ જાણવા મળેલ અને પોતાના નાના ભાઇનુ નામ યોગેશ છે. અને ગુંજન હોસ્પીટલમાં છે. તેવુ બોલી શકેલ પરંતુ પોતાના પિતાનું નામ કે સરનામું આપી શકેલ નહી જેથી રાઇટર મયુરભાઇએ ગુગલ સર્ચ ઇન્ટરનેટના માધ્યમથી ગુંજન હોસ્પીટલના ટેલીંફોન નંબર મેળવી યોગેશ નામના બાળકે વિશે તપાસ કરતા આ બાળક નું નામ યોગેશ છે. અને એ થેલેસેમીયા નો દર્દી છે. અને સારવાર કરવા માટે આવે છે, પરંતુ તેમના નામ સરનામા કે ફોન નંબર ની ખબર નથી જેથી થેલેમેસીયાનો દર્દી હોવાની માહિતી મળતા તુરંત જ ઇન્વે એ.એસ.આઇ નરેન્દ્રભાઇ એ સરકારી હોસ્પીટલમાં તપાસ કરવા માટે તેમના મિત્ર મેડીકલના કર્મચારી અનિલભાઇ કારિયાનો સંપકૅ કરી થેલેમેસીયા વિભાગ માં કર્મચારી મિતલબેન તથા મેડીકલ ઓફિસર મારફતે તપાસ કરાવતા હકિકત જાણવા મળેલ કે રેકર્ડ ઉપર તપાસ કરતા દર્દી યોગેશ નામનું બાળક ઉ.વ-૧.૫ વર્ષ નુ છે. તે સારવાર કરાવા માટે અહિ આવે છે. અને તેમના પિતાનું નામ દુબેશભાઇ ધાશીરામ કટારિયા છે. અને તે રાજકોટ પુજારા પ્લોટ નં ૪ પાસે રહે છે. તેવી હકિકત મળતા જ રાઇટર પો.કોન્સ મયુરભાઇ નાઓ ત્યા રૂબરૂ જઇ તપાસ કરતા ઉપરોક્ત હકિકત આધારે બંને બાળકીના પિતા દુબૅશભાઇ ધાશીરામ કટારિયા જાતે -ભૈયાજી ઉ.વ ૨૫ રહે હાલ -રૂપાલી ટુડિયોની બાજુમા ૮૦ ફુટ રોડ રાજકોટ મુળ વતન- ગામ - અસહોદી તાલુકો -ચાંદપુરા જી.મેનપરી ઉતરપ્રદેશ મો -૯૩૧૫૯૧૭૪૩૯ વાળો મળી આવતા તેઓને પો.સ્ટે. ખાતે લઇ આવી બંને બાળકી ની બાબતે ખરાઇ કરી સદરહુ ગુમ થનાર બાળકીઓ ૧. રિયા ઉ.વ ૦૩ તથા બાળકી ૨. પ્રવિત્રા ઉ.વ ૨ને તેના પિતા તથા સગા-સંબધી સાથે મીલાપ કરાવી આપેલ ત્યારે પોલીસ સ્ટેશન ખાતે પિતા -પુત્રીઓ નો મિલાપ થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને બંને બાળકીઓ પોલિસ સમક્ષ ખુશ થઇ અને તાળી વગાડતા વગાડતા પિતા સાથે રાજીખુશીથી ગયેલ આમ પોલીસ પ્રજાનો મીત્ર હોવાનું સુત્ર સાર્થક કરેલ છે.

આ કામગીરી પો.ઇન્સ. જે.ડી.ઝાલા તથા એ.એસ.આઇ. નરેન્દ્રભાઇ ભદરેચા તથા પો.કોન્સ. મયુરભાઇ ઠાકર તથા પી,સીઆર ૯ ના ઇન્ચાર્જ મયુરાજસિંહ છોટુભા તથા મહિલા હોમગાર્ડ નયનાબેન સહિતે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પો.કમી.શ્રી ખુરસીદ અહેમદ તથા ડીસીપી પ્રવીણકુમાર તથા એ.સી.પી. એચ.એલ. રાઠોડની સૂચના હેઠળ થઈ હતી.

(9:49 pm IST)