Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સગીરાને લિફ્ટમાં પુરી છેડતી કરી હતી: પોકસો એકટના ગંભીર ગુનામાં આરોપી મહેશ વાજાને પકડી પાડતી રાજકોટ શહેર IUCAW યુનિટની ટીમ

રાજકોટઃ શહેર તાલુકા પોસ્ટ, ગુ.ર.નં.-૧૧૨૦૮૦૫૩ ૨૧૦૫૭૮/૨૦૨૧ ઇ.પી.કો. કલમ- ૩૫૪ (એ), ૩૫૪(ડી), ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર) તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ ની કલમ ૮,૧૨ મુજબના ગુનાની તપાસ IUCAW યુનિટને સોપતા સદરહુ ગુનામાં આરોપીએ ફરીયાદીની સગીરવયની દિકરી ઉ.વ.૧૪ને ફ્રેન્ડશીપ કરવા દબાણ કરી સતત પીછો કરી લીફટમાં તથા તેણીના ઘરે એકાંત મળતા ઇચ્છા વિરૂધ્ધ શારીરિક અડપલા કરી આ વાત કોઇને કહીશ તો તારા માતા-પિતા તથા ભાઇને મારી નાખીશ તેવી ધમકી આપી હોઈ  ગુનો દાખલ કરાવતા કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવતા આરોપી મહેશ દેવજીભાઇ ચનાભાઇ વાજા (ઉ.વ.૨૦ ધંધો. મજુરીકામ રહે. “આવકારસીટી એપર્ટમેન્ટ" બ્લોક નં.૨૦૩, પરીન ફર્નિચર પાછળ, વાવડી, રાજકોટ)ને પકડી લીધો છે.

આ કામગીરી પો.ઇન્સ. એસ.આર.પટેલ, પો.સબ ઇન્સ.  એ.જે.લાઠીયા, એ.એસ.આઇ દિયાબેન એવિયા, હેડ કોન્સ હિતેન્દ્રભાઇ ગઢવી, પો.કોન્સ. હસમુખભાઇ બાલધા, IUCAW યુનિટ, રાજકોટ શહેરે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા મદદનિશ પોલીસ કમિશ્નર દક્ષિણ વિભાગ જે. એસ. ગેડમની સુચના અને માર્ગદર્શન હેઠળ કરી છે.

(9:34 pm IST)