Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સાયલા તાલુકાના ઉમાપર બોર્ડ નજીકથી 10.78 લાખનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો ભરેલ બંધ બોડીના આયશરને ઝડપતી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

વિદેશી દારૂની બોટલો નંગ-૨૮૩૨ તથા બીયર ટીન નંગ-૧૮૭૨ કુલ કી.રૂા. 10,78,200 તથા આયશર નં-યુપી-૨૩-ટી-૯ ૮૧૫ કી.રૂા.7,00,000/- તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂા. 17,88,520ના મુદામાલ સાથે એક શખ્સ ઝડપાયો

રાજકોટઃ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયાએ સુરેન્દ્રનગર જીલ્લામાંથી દારૂ જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગરને સુચના આપેલ હોઇ જે અન્વયે પીઆઇ ડી.એમ.ઢોલએ એલ.સી.બી. ટીમને સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે રોડ ખાસ પેટ્રોલીંગ હાથ ધરી, અમુક વાહનો કવરીંગ સાથે વીદેશી દારૂનો જથ્થો ભરી સૌરાષ્ટ્રભરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય, જેથી તે અંગે ચોકકસ હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી. ટીમ દ્વારા સાયલા પો.સ્ટે વિસ્તારમાં સાયલા બોટાદ રોડ ઉપર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે, વિજયભાઇ બહાદુરભાઇ ધાધલ  રહે.થાનગઢ વાળાએ પોતાના સાગરીતો મારફતે આયશર બંધ બોડીની ગાડી નં-યુ.પી.-૨૩-ટી-૯૮૧૫ વાળીમાં ગે કા પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે. અને સદર આયશર ગાડી સાયલાથી સુદામડા, નોલી થઇ પાળીયાદ તરફ જનાર છે. અને થોડીવારમાં સદર જગ્યાએથી પસાર થનાર છે જે બાતમી આધારે સાયલા તાલુકાના ઉમાપર બોર્ડ પાસે વોચ ગોઠવતા બાતમી હકીકત વાળી આયશર ગાડી નીકળતા તેને રોકાવવા પ્રયત્ન કરતા રોકાયેલ નહી, જેથી આયશર ગાડીનો ફીલ્મીઢબે પીછો કરી આગળ જતા આયશર ગાડીને રોકાવી, તેના ચાલકને પકડી પાડેલ. જે આરોપી ડ્રાઇવર વરીન્દ્રસિંહ slo સુખદેવસિંહ દિલબાગસિંહ ધારીવાલ જાતે.શીખ ઉવ.૩૩ ધંધો.ડ્રાયવીંગ રહે.મકાન નં-૧૦૩-જી, રેલ્વે સ્ટેશન વિસ્તાર નિલોખંડી તા.નિલોખેરી જી.કરનાલ રાજય હરીયાણા વાળાએ પોતાના કજા ભોગવટાની આયશર ગાડી નં- યુપી-૨૩-ટી ૯૮૧૫ વાળીમાં ગે-કા પાસ પરમીટ વગર (૧) એપીસોડ ગોલ્ડ વ્હીસ્કી ૭૫૦ મીલીની કાચની બોટલો નંગ-૨૨૮૦ કિ.રૂ.૬,૮૪,૦૦૦/- તથા (૨) મેકડોલ્સ નં.૧ સુપીરીયર વ્હિસ્કી ઓરીજનલ ૭૫૦ મીલીની બોટલ નંગ-૫૫૨ કિ.રૂ. ૨,૦૭,૦૦૦/- (૩) હેવર્ડ પ૦૦૦ સ્ટ્રોંગ બીયર પ૦૦ મીલીના એલ્યુમીનયમના ટીન નંગ-૧૮૭ર કિ.રૂ, ૧,૮૭,૨૦૦/- તથા આયશર ગાડી બંધ બોડીની રજી.નં-યુપી-૨૩-ટી-૯૮૧૫ કિ.રૂ.૭,00,000/- તથા અન્ય મળી કુલ ૩,૧૭,૮૮,૫૨૦/- ના મુદામાલ રાખી ગુન્હાહિત કાવત્રુ રચી પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો અન્ય રાજયમાંથી ગુજરાત રાજય ધુસાડી વિદેશી દારૂની હેરાફેરી કરતા રેઇડ દરમ્યાન પકડાઇ જઇ, તેમજ આરોપી વિજયભાઇ બહાદુરભાઇ ધાધલ જાતે.કાઠી રહે.થાનગઢ મો.નં- ૯૦૯૯૧૪૩૭૪૩ વાળાએ સદર વિદેશી દારૂનો જથ્થો પોતાના આર્થિક ફાયદા સારૂ કટીંગ વેચાણ અર્થે મંગાવી તથા આરોપી પહેલવાન ચૌધરી રહે.હરીયાણા મો.નં ૯૯૭૧૪૦૭૩૬૧ વાળાએ આરોપી નં-૧, મારફતે સદર આયશર ગાડીમાં ગે.કા ઉપરોકત વીદેશી દારૂનો જથ્થો ભરાવી વેચાણ કટીંગ અર્થે મોકલાવી, ગુન્હો કરેલ હોય ઉપરોકત ઇસમો તેમજ તપાસમાં ખુલે તે ઇસમો સામે પ્રોહી ધારા મુજબ સાયલા પો.સ્ટે. ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. 

આ કામગીરી એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર  ડી.એમ.ઢોલ તથા પો.સબ.ઇન્સ.વી. આર.જાડેજા તથા એ.એસ.આઇ. જુવાનસિંહ મનુભા તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા વાજસુરભા લાભુભા તથા નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા પો.હેડ.કોન્સ. હિતેષભાઇ જેસીંગભાઇ તથા અમરકુમાર કનુભા તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભા તથા પો.કોન્સ, અશ્રવિનભાઇ ઠારણભાઇ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા ગોવીંદભાઇ આલાભાઇ તથા દિલીપભાઇ ભુપતભાઇ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા કલ્પેશભાઇ જેરામભાઇ સહિતે કરી છે.

(9:29 pm IST)