Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

જગતપતી દ્વારકાધીશનું મંદિર હોળી-ધૂળેટીના દિવસે ખુલ્લુ રાખોઃ હજારો લોકો પદયાત્રા કરી આસ્થા સાથે આવે છેઃ આવેદન

દ્વારકાધીશનું મંદિર ખુલ્લુ રાખવાની માંગણી સાથે બે ગૃપ દ્વારા કલેકટરને આવેદન અપાયું હતું.

રાજકોટ, તા., ૨૪: બડા બજરંગ ફાઉન્ડેશન અને કનૈયા ગૃપે કલેકટરને આવેદન પાઠવી વિશ્વનાથ જગતપતી શ્રી દ્વારકાધીશનું મંદિર ખુલુ રાખવા માંગણીઓ કરી હતી.

સનાતન ધર્મના મુખ્ય ત્રણ દેવો માના એક શ્રી વિષ્ણુ અવતાર શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર દ્વારકા ખાતે આવેલ કરોડો લોકોની આસ્થાનું પ્રતિક તેવુ આ સ્થળ ધુળેટીના ફુલડોર દર્શન કરવા માટે હજારો કિલોમીટર ચાલીને લાખો શ્રધ્ધાળુઓ ફુલડોર (ધુળેટી)ના દિવસે પગપાળા ચાલીને આવે છે.

હાલમાં કોરોના કાળ ચાલી રહયો છે. સરકાર દ્વારા હોળી અને ધૂળેટીના દિવસે મંદિર બંધ રાખવાનો નિર્ણયથી લાખો લોકોની આસ્થાને દુઃખ થયું છે.

બહુ દુરથી પગપાળા આવ્યા હોય અને દર્શન ન થાય તો બહુ જ દુઃખ થાય તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે તમારી તમામ સરકારી ગાઇડ લાઇનનું પાલન જેવું કે સોશ્યલ ડીસ્ટન્સીંગ, સેનેટાઇઝર, માસ્ક વગેરે દરેક જેવા નિયમનું પાલન કરીને થોડી વધારે સિકયુરીટી વ્યવસ્થા કરીને મંદિરે લાખો દર્શનાર્થીઓ માટે ખુલ્લો રાખવામાં આવે .

(4:09 pm IST)