Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

'અકિલા'ના આંગણે કોર્પોરેશનના નવનિયુકત પદાધિકારીઓ -ભાજપ અગ્રણીઓ : શુભેચ્છા મુલાકાત

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનનાં નવનિયુકત મેયર, ડે. મેયર, સ્ટે. ચેરમેન દંડક તથા ભાજપના આગેવાનો આજે સવારે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તે વખતની તસ્વીરમાં અકિલાનાં મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ લઇ રહેલા નવનિયુકત મેયર પ્રદિપ ડવ, સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ, સૌરાષ્ટ્ર ભાજપ આગેવાન નિતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં  ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ,  દંડક સુરેન્દ્રસિંહ વાળા, પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર ભાનુબેન બાબરીયા તથા શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, કિશોર રાઠોડ સહિતના પદાધિકારીઓ-આગેવાનો દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:26 pm IST)