Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

હાથીખાના લલુડી વોંકરીમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો : તીનપતિનો જુગાર રમતા છ પકડાયા

જાહીદ પઠાણ, સોહિલ ઉર્ફે સોયલો, રફીક ઉર્ફે ઘેટી, સીરાજ ઉર્ફે સીરો, સીકંદર ઉર્ફે બાબો અને રફીક ઉર્ફે રફલાની ધરપકડ : બેની શોધખોળ

રાજકોટ તા. ૨૪ : શહેરના હાથીખાનામાં લલુડી વોંકરીમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા. મળતી વિગત મુજબ હાથીખાના શેરી નં. ૧ લલુડી વોકરીમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા તથા ભરતસિંહ પરમારને બાતમી મળતા પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે.જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ નીમાવત, ચેતનસિંહ ચુડાસમા, રાજદિપસિંહ ગોહિલ, હેડ કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા અને ભરતસિંહ પરમાર સહિતે લલુડી વોકરીમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા રામનાથ શેરી નં. ૪ના જાહીદ અલીભાઇ પઠાણ (ઉ.૫૦), સોહિલ ઉર્ફે સોયલો સલીમભાઇ કાસમાણી (ઉ.૨૧), રામનાથપરા શેરી નં. ૪ ની સામે રહેતા રફીક ઉર્ફે ઘેટી ઉમરભાઇ માજોઠી (ઉ.૪૮), હાથીખાના ચોક શેરી નં. ૬/૧૫માં રહેતા સીરાજ ઉર્ફે સીરો યુસુફભાઇ ગોવાળીયા (ઉ.૩૫), હાથીખાના શેરી નં. ૬ના સીકંદર ઉર્ફે બાબો રજાકભાઇ સમા (ઉ.૩૯) અને રામનાથપરા શેરી નં. ૫ના રફીક ઉર્ફે રફલો ગફારભાઇ ખારવા (ઉ.૨૧)ને પકડી લઇ રૂ. ૬૦૦૦ રોકડ તથા ૭ મોબાઇલ મળી રૂ. ૨૬૦૦૦ની મત્તા કબ્જે કરી હતી. સોહિલ ઉર્ફે સોયલો અગાઉ લૂંટ, હત્યાની કોશિષ, રફીક ઉર્ફે રફલો મારામારી અને ધમકી તથા નાશી જનાર અફઝલ લૂંટ, હત્યાની કોશિષ તથા જુગારના ગુનામાં પકડાઇ ચૂકયો છે. જ્યારે રહીમ આમદભાઇ મોગલ અને રામનાથપરા શેરી નં. ૫ના અફઝલ હનીફભાઇ ચાનીયાની શોધખોળ હાથ ધરી છે.

(3:20 pm IST)