Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મોબાઇલમાં આઇ.ડી. બનાવી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો રેતી-કપચીનો વેપારી પ્રતાપ પકડાયો

ક્રાઇમ બ્રાંચનો શીવધામ સોસાયટીમાં મકાનમાં દરોડોઃ રોકડ અને મોબાઇલ મળી ૧૪ હજારની મતા કબ્જે

રાજકોટ,તા. ૨૪: કોઠારિયા રોડ પર શિવધામ સોસાયટીમાં મકાનમાં ક્રાઇમ બ્રાંચની ટીમ દરોડો પાડી મોબાઇલમાં આઇ.ડી. બનાવી ક્રિેકટ મેચ પર સટ્ટો રમાડતા રેતી-કપચીના વેપારીને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કોઠારિયા મેઇન રોડ પર શીવધામ સોસાયટીમાં એક મકાનમાં એક શખ્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ જયેશભાઇ નીમાવત અને ચેતનસિંહ ચુડાસમાને બાતમી મળતા પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.જે.જાડેજા, એએસઆઇ જયેશભાઇ, રાજદીપસિંહ, ચેતનસિંહ, હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ તથા ભરતસિંહ સહિતે શીવધામ સોસાયટી શેરી નં.૩ મકાનમાં દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇ.ડી.બનાવી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા મકાન માલીક પ્રતાપ કાનાભાઇ લાવડીયા (ઉવ.૨૬)ને પકડી લઇ રૂ. ૯૦૦૦ રોકડા તથા મોબાઇલ ફોન મળી રૂ. ૧૪ હજારની મતા કબ્જે કરી હતી. પ્રતાપ રેતી કપચીનો વેપાર કરતો હોવાનું જાણવા મળ્યુ છે.

(3:20 pm IST)