Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

કોરોના સામેની સંજીવની ઔષધી તરીકે એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય છે વેકસીનઃ જય વસાવડા

મહામારી સામેની લડાઇમાં અજ્ઞાનનો સાથ આપવાના બદલે વિજ્ઞાનનો હાથ ઝાલીને રસીકરણ કરાવજો

રાજકોટઃ લોકપ્રિય કટાર લેખક જય વસાવડાએ રાજકોટવાસીઓને રસ લઈને રસી મુકાવવાનો અનુરોધ કરતાં કહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા રસીકરણ અભિયાનનો સર્વ નાગરિકોએ લાભ લેવો જોઈએ અને કોરોનાને હટાવવામાં યોગદાન આપવું જોઈએ.

 શ્રી જય વસાવડાએ જણાવ્યું હતું કે હાલ કોરોનાથી બચાવનો એક માત્ર રામબાણ ઈલાજ રસી જ છે અને આ રસીથી કોરોનાનું સંક્રમણ નિયત સમય સુધી સંપૂર્ણપણે ખાળી શકાય છે ત્યારે કોરોના સામેની લડાઈમાં અજ્ઞાનનો સાથ આપવાને બદલે વિજ્ઞાનનો હાથ ઝાલીને મહત્તમ પ્રમાણમાં રસીકરણ કરાવવાથી કોરોનાને મહાત આપી શકાશે.

 શ્રી જયભાઈએ કોરોના સામેની લડાઇ માટેના અગત્યના પરિબળ તરીકે કોરોના વિરોધી રસીનુ મહત્ત્વ સ્થાપિત કરતા ઉમેર્યું હતું કે કોરોના સામેની સંજીવની ઔષધિ તરીકેનો એક માત્ર શ્રેષ્ઠ ઉપાય કોરોના વિરોધી રસી જ છે, ત્યારે નાગરિકોએ સરકારી દવાખાનામાં વિનામૂલ્યે મળતી અને ખાનગી હોસ્પિટલોમાં નજીવા દરે ઉપલબ્ધ રસી મુકાવી જ લેવી જોઈએ.

તમામ રાજકોટવાસીઓને સ્વૈચ્છિક રીતે રસી લેવા માટે જય વસાવડા (મો.૯૮૨૫૪ ૩૭૩૭૩)એ આગળ આવવા જણાવ્યું હતું અને રસીકરણ અભિયાન રાજ્ય સરકારને સહયોગ આપવા શહેરીજનોને તાકીદ કરી હતી.

(3:15 pm IST)