Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

હોળી-ધૂળેટી પર્વ પહેલા બૂટલેગરો બેફામઃ પોલીસ પણ આકરી

માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે ૨૭૬ બોટલો દારૂ ભરેલી કાર સાથે બે પકડાયા

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાની ટીમે કુલ ૫,૧૩,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો : હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, રાજેશભાઇ બાળા તથા સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૨૪: હોળી ધૂળેટીનું પર્વ નજીક આવતાં જ બૂટલેગરો કમાઇ લેવા મેદાને આવી ગયા છે. નાના મોટા જુના નવા ધંધાર્થીઓ જથ્થો મંગાવી સંગ્રહ કરી તહેવારના દિવસોમાં પ્યાસીઓ પાસેથી માંગ્યા દામ મેળવવા મથી રહ્યા છે. પણ પોલીસ અગાઉથી જ આકરી બની મેદાને આવી ગઇ હોઇ સતત છેલ્લા પાંચ દિવસથી દારૂનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે. ક્રાઇમ બ્રાંચની ટીમે માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે મારૂતિના શો રૂમ પાસે રોડ પરથી રૂ. ૧,૦૩,૫૦૦નો ૨૭૬ બોટલ દારૂ ભરેલી જીજે૧આરસી-૫૫૪૦ નંબરની શેવરોલેટ કાર પકડી લઇ બે શખ્સને દબોચ્યા છે.

પોલીસે રાજકોટના ખોરાણા ગામના અજય હંસરાજભાઇ સોલંકી (ઉ.૨૫) તથા કોઠારીયા રોડ રણુજા મંદિર મંદિર પાસે શ્રમજીવી સોસાયટી-૪માં રહેણાં અલ્પેશ ભુપતભાઇ ભાલુ (ઉ.૨૮)ને પકડી લીધા છે. પોલીસે દારૂ, બે મોબાઇલ ફોન અને કાર મળી રૂ. ૫,૧૩,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ બંને શખ્સ કયાંથી દારૂ ભરી લાવ્યા? તે અંગે વિશેષ તપાસ થઇ રહી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા તથા પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, રાજેશભાઇ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. શકિતસિંહ ગોહિલ, અશોકભાઇ ડાંગર સહિતે આ કામગીરી કરી હતી.

(3:14 pm IST)