Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

આકાશવાણી કેન્દ્રના ૫ અધિકારીઓ સહિત ૧૮ને કોરોના : નવા ૫૫ કેસ

કુલ કેસનો આંક ૧૭,૮૯૫: આજ દિન સુધીમાં ૧૭,૧૫૦ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૯૬.૧૩ ટકાઃ હાલ ૫૧૭ દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલ અને હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં : શહેર-જીલ્લામાં આજે એક પણ મોત નહિઃ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ૧૪૯૮ પૈકી ૧૦૮૭ બેડ ખાલીઃ શહેરમાં બપોર સુધીમાં ૨૩૦૫ નાગરિકોએ રસી લીધી

રાજકોટ તા. ર૪ :.. શહેરમાં કોરોનાએ ફરી માથુ ઉચકયુ છે. દરરોજ કેસનાં આંકડા વધી રહ્યા છે. અને હવે સમુહમાં કોરોનાં સંક્રમણ ફેલાતુ હોઇ તંત્ર ચિંતીત બન્યુ છે. ત્યારે શહેરનાં આકાશવાણી કેન્દ્રનાં પ અધિકારીઓ અને તેમનાં પરિવારજનો સહિત ૧૮ ને કોરોનાં થતાં ખળભળાટ મચી ગયો છે. હાલ આ તમામ હોમ આઇસોલેશનમાં છે. હવે આકાશવાણી કેન્દ્રનાં કર્મચારી સ્ટાફનું ટેસ્ટીંગ કરવામાં આવશે. તેમ મ.ન.પા.ના નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડે જણાવેલ.

દરમિયાન આજે બપોરે ૧ર સુધીમાં વધુ પપ નવા કેસ મળી આવતા આજ સુધીમાં કુલ ૧૭,૮૯પ કેસ થયા છે. તેની સામે ૧૭,૧પ૦ દર્દી સાજા થઇ ગ્યા છે. એટલે રીકવરી રેટ ૯૬.૧૩ ટકાનો છે. હાલમાં પ૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે.

આજે મૃત્યુ આંક શુન્ય

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૨૩નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૨૪નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના એક પણ દર્દીઓએ દમ નહિ તોડતા લોકોમાં રાહત અનુભવાઇ રહી છે.

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે બે પૈકી એક ેય મૃત્યુની નોંધ થઇ નથી.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૪૯૮પૈકી ૧૦૮૭ બેડ ખાલી છે.

બપોર સુધીમાં ૫૫ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૫૫ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૭,૮૯૫ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી  ૧૭,૧૫૦ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૬.૧૩ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ  ૩૪૭૨  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૧૭ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૩૭  ટકા થયો  હતો. જયારે ૮૪  દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૬,૪૩,૪૧૪ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૭,૮૯૫ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૭૭ ટકા થયો છે.

બપોર સુધીમાં ૨૩૦૫ નાગરિકોએ રસી લીધી

શહેરમાં  સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના સામેની રસીકરણમાં બપોરે ૧ વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કામાં ૮૫ પ્રથમ તબક્કાનાં બીજા ડોઝમાં ૩૨, ૬૦ વર્ષથીમોટી ઉંમરનાં ૧૩૭૩ અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા ૮૧૫ લોકો સહિત કુલ ૨૩૦૫ નાગરિકોએ રસી લીધી છે.

(3:13 pm IST)