Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સમસ્ત વાંઝા દરજી સમાજ–યુવક મંડળ આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્ટ સંપન્નઃ રાજકોટ-એ ટીમ વિજેતા

સ્વ.નેમિદાસભાઈ બાવાભાઈ ગોહેલની સ્મૃતિમાં ત્રીજા વર્ષે સફળ આયોજનઃ ૮ ટીમો વચ્ચે જંગ જામ્યો'તો

રાજકોટઃ રાજકોટ ખાતે સતત ત્રિજા વર્ષે સમસ્ત વાંઝા દરજી સમાજ દ્વારા આયોજીત અને યુવક મંડળ સંચાલિત સ્વ.નેમીદાસભાઈ બાવાભાઈ ગોહેલની સ્મૃતિમાં ટેનીશ ક્રિકેટ ટૂર્નામેન્ટ ર૦ર૧નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રમાંથી રાજકોટ એ અને બી, માંગરોળ શહેર–ગ્રામ્ય, વેરાવળ, ઉપલેટા, દ્વારકા, પોરબંદર એમ કુલ આઠ ટીમે ભાગ લીધો હતો. રવિવાના રોજ રેલ્વે કોલોનીના ગ્રાઉન્ડમાં યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં રાજકોટ એ ની ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ર્ણય લીધો હતો. જેમાં દિલસુખ વઢવાણાની ધુંઆધાર બેટીંગમાં ચગ્ગા–છગ્ગાની રમઝટ સાથે ૩૪ બોલમાં ૬૪ રન બનાવ્યાં હતાં ટીમનો સ્કોર ૧૦ ઓવરમાં ચાર વિકેટના અંતે ૧ર૭ રન થયા હતાં અને ઉપલેટા ઈલેવનને ૧ર૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં  ઉપલેટા ઈલેવનની ટીમે  ૧૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવી ૧૧૧ રન બનાવતાં ભારે રસ્સાકસી વચ્ચે જામેલા મેચમાં અંતે રાજકોટ એ ઈલેવન વિજેતા બની હતી.  રાજકોટ એ ટીમમાં યોગેશ જેઠવા ચાર વિકેટ અને હેમલ ચાવડાએ ત્રણ વિકેઠ ઝડપી હતી. વિજેતા રાજકોટ (એ)  ટીમને દાતાઓ તરફથી ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યોહતો. મેન ઓફ ધી મેચ રાજકોટ(એ) ટીમના યોગેશ જેઠવા તેમજ મેન ઓફ ધી સિરિઝ ઉપલેટા ઈલેવનના કરણ ઘેરવડાને ઘોષીત કર્યા હતાંં.ટુર્નામેન્ટના મુખ્ય દાતા તરીકે નિહારીકાબેન નેમિદાસભાઈ ગોહેલ રહયાં હતાં તેમજ સહદાતાઓમાં સંદિપભાઈ વઢવાણા, મુકેશભાઈ જેઠવા, સમસ્ત દરજી સમાજના તનસુખભાઈ ગોહેલ, વાંઝા જ્ઞાતિ હિતેચ્છુ મંડળના પ્રમુખ પ્રદિપભાઈ ભુંડીયા સહિતના સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરૂ પાડયું હતું. આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે અખિલ વિશ્વ વાંઝા સમાજના હોદેદારો તેમજ યુવક મંડળના પ્રમુખ મિલાપભાઈ ચાવડા, કેતનભાઈ ઘેરવડા, જગદીશભાઈ ચુડાસમા, અશ્વિનભાઈ વઢવાણા, પ્રુતુલભાઈ ઘેરવડા, જીજ્ઞેશભાઈ ભુંડીયા, મેહુલ ભીંડી, સતિષભાઈ સિકોતરા, રમેશભાઈ ગોહેલ તથા અલ્પેશભાઈ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.  સમગ્ર ટુર્નામેન્ટનો લાઈવ સ્કોર સ્પે. ડિઝીટલ એપ્લીકેશન ર્ેારા દેશ–વિદેશમાં વસતાં વાંઝા દરજી સમાજના લોકોએ નિહાળ્યો હતો. તે માટેની જવાબદારી દિવ્યેશ પરમારે સંભાળી હતી. સ્કોરીંગ કમલેશભાઈ વઢવાણા, કોમેન્ટ્રી મેહુલ ભુંડીયા અને કેવીન ભુંડીયા દ્વારા કરવામાં આવી હતી.

(3:11 pm IST)