Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાજકોટ ગ્રામ્યમાં ૧ લાખથી વધુ લોકોનું રસીકરણ

રાજકોટ, તા. ૨૪ :. જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલિત વ્યવસ્થા મુજબ જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્ર દ્વારા કોરોના રસીકરણ કામગીરી ચાલી રહી છે.

અત્યાર સુધીમાં ૬૦ વર્ષથી ઉપરના અને ૪૫થી ૬૦ વર્ષની વચ્ચેના ગંભીર રોગચાળા ૭૭૯૨૯ લોકોને, ૧૦૫૦૫ આરોગ્ય કાર્યકરોને, પ્રથમ હરોળના કોરોના યોધ્ધાઓ અને પંચાયત સ્ટાફના ૧૨૩૩૭ સહિત કુલ ૧,૦૦,૭૭૧ લોકોને કોરોના રસી મુકવામાં આવી છે. હવે સરકારની ગાઈડલાઈન મુજબ એપ્રિલમાં ૪૫ વર્ષથી ઉપરના તમામ લોકોના રસીકરણની કામગીરી હાથ ધરાશે.

(12:56 pm IST)