Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

કુંભારવાડાની નસીમબેનને જંકશનમાં દરગાહ પાસે પતિ અમિન અને ભાઇઓએ માર માર્યો

રાજકોટ તા. ૨૪: કુંભારવાડા પોલીસ લાઇન નજીક રહેતી નસીમબેન અમીન મુલતાની (ઉ.વ.૩૩)ને રાતે સાડા નવેક વાગ્યે ગેબનશાપીરની દરગાહ પાસે ચુનારાવાડમાં રહેતાં તેના પતિ અમીન તથા ભાઇઓ હારૂન અને ઇકબાલે લાકડી ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી.

નસીમબેનના કહેવા મુજબ પોતાને સંતાનમાં દસ વર્ષનો પુત્ર છે જે વિકલાંગ છે. અગાઉ તેનું ઓપરેશન કરાવ્યું હોઇ તે બાબતે પતિ સાથે ચડભડ થઇ હતી. પોલીસ કેસ પણ થયો હતો. હાલમાં પોતે અલગ રહે છે. દરગાહે દિદાર કરવા ગઇ હોઇ ત્યાં પતિ અને ભાઇઓ ભેગા થઇ જતાં ઝઘડો કરી મારકુટ કરી લીધી હતી. નસીમબેન અગાઉ સિવિલમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતાં હતાં. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

હેતલ ચોૈહાણે ગાળો બોલવાની ના પાડતાં દિયરે કાતર ઝીંકી

જામનગર રોડ લાખાબાપાની વાડી પાસે હુડકો કવાર્ટરમાં રહેતી હેતલબેન વિક્રમ ચોૈહાણ (ઉ.૨૫)ને દિયર સાગરે કાતર મારી દેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી. દિયર ઘરમાં ગાળો બોલતો હોઇ ના પાડતાં માથાકુટ કર્યાનો આક્ષેપ કરાયો હતો.

(12:52 pm IST)