Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

પેન્ટાગોન ઓનર્સ એસો.ની ફરિયાદઃ બાજુમાં થતાં બ્લાસ્ટીંગને કારણે ભય

નવા બનતા બિલ્ડીંગના પાયા ખોદવા ધડાકા કરવાને લીધે હાઇરાઇઝ બિલ્ડીંગમાં નુકસાનઃ પોલીસ કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ૨૪: કાલાવડ રોડ પર અંબિકા ટાઉનશીપ રડ પર સ્પીડવેલ પાર્ટીપ્લોટ સામે આવેલા પેન્ટાગોન એપાર્ટમેન્ટ કે જે પેન્ટાગોન ઓનર્સ એસોિએશન નામે એ-બી-સી-ડી-ઇ એમ પાંચ વિંગમાં છે અને ૨૨૦ ફલેટમાં ૧૨૦૦થી વધુ વ્યકિતઓ રહે છે તેના રહેવાસીઓએ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલને લેખિત ફરિયાદ કરી બાજુમાં બની રહેલા કોમર્શિયલ બિલ્ડીંગ માટે ખોદકામ વખતે બ્લાસ્ટીંગ થતું હોઇ તેના કારણે પેન્ટાગોનની ઇમારતોને નુકસાન થવાનો ભય હોવાનું જણાવ્યું છે. રજૂઆતમાં જણાવાયું છે કે બ્લાસ્ટીંગને કારણે અમારી હાઇરાઇઝ બિલ્ડીંગના પાયા અને બાંધકામને જોખમી રીતે નુકસાન થાય છે. આ અંગે તપાસ કરી બ્લાસ્ટીંગનું કામ બંધ કરાવવા અમારી માંગણી છે. પેન્ટાગોન ઓનર્સ એસો. વતી તિરૂવા કમલ બી. (મેનેજર)ની સહી સાથે પોલીસ કમિશનર કચેરી સરલ અરજી શાખામાં આ લેખિત અરજી થઇ છે.

(12:52 pm IST)