Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

જરૂર પડયે કલેકટર વધુ ડોકટરોની સેવા લઇ શકશે : ખાનગી હોસ્પિટલમાંથી પણ લેવાશે : કલેકટરોને વધુ સતાઓ અપાઇ

શંકાસ્પદ એક ૬૦ વર્ષના વૃધ્ધ સિનર્જીમાં : સફાઇ કામદારો માટે પીંક અપવાન : વધુ વેન્ટીલેટર ઉત્પાદન માટે કાર્યવાહી : મેટોડાની વિખ્યાત જયોતિ સીએનસી સાથે મંત્રણા ચાલુ : દવા માસ્ક-સેનીટાઇઝર બનાવતી કંપનીઓ માટે ખાસ : કલેકટરને ૭૦ થી વધુ ફરિયાદો દવા-માસ્ક બનાવતી કંપનીઓની આવી : ૧ર૯૦ થી વધુ હોમ કોરોનટાઇન લોકોની તપાસ કરાઇ : કોઇ શંકાસ્પદ નથી : કોરાનાનો દર્દી ધોરાજી ગયો હતો પણ ત્યાં પણ પ્રોબ્લેમ નથી : જંગલેશ્વરમાં કોરનટાઇન કરાયેલ ૯૩ પરિવારો કવોલીફાયડ ન હોવા છતાં તાકિદે રાશન પુરૂ પાડયું : ડીશ ડોલ્સ અંગે હવે નિર્ણય

રાજકોટ, તા. ર૪ :  રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેર-જીલ્લો લોકડાઉન છે, સ્થિતિ કાબુમાં છે, પરંતુ સ્થિતિ બવડે અને વધુ ડોકટરોની જરૂર પડે તો તાકિલે વધુ ડોકટરો લઇ શકાય, તેમને અન્યત્ર સરકારી ડે ખાનગી હોસ્પિટલમાંથી બોલાવીને તેમની સેવા લઇ શકાય તે માટે સરકારે તાકિદના ધોરણ કલેકટરોને પાવર આપી દીધા છે.

કલકેટરે જણાવ્યું હતું કે જામનગર મોકલાયેલ બે વ્યકિતના સેમ્પલના રીપોર્ટ પેન્ડીંગ છે, એક સિવિલમાં છે, તો બીજા ૬૦ વર્ષના દર્દી સિનર્જી હોસ્પિટલમાં દાખલ છે.

તેમણે જણાવેલ કે તંત્ર દ્વારા સફાઇ ઉપર પણ એટલું જ મહતવ અપાઇ રહ્યું છે, સફાઇ કામદારોને લોકઆઉટ દરમિયાન આવવા જવામાં કોઇ તહલીફ ન પડે તે માટે અલગથી પીકઅપ વાનના આદેશો આવ્યા છે, આ ઉપરાંત વધુનેવધુ વેન્ટીલેટરનું ઉત્પાદન થયા તે માટે મેટોડાની વિખ્યાત જયોતિ સીએનસી કંપની સાથે મંત્રણા ચાલીર હી છે. ૧ દિવસમાં ૧ હજાર વેન્ટીલેટરનું ઉત્પાદન થાય તેવી ગોઠવણ કરાઇ રહી છે.

કલેકટર ફરીયાદો અંગે જણાવેલ કે દવા-માસ્ક- સેનીટાઇઝર બનાવતી કંપનીઓની ગાડીઓને પોલીસ તંત્ર રોકી રહ્યું છે, જો આમ થશે તો આખી સાયકલ, અટકી જશે.  કાચો માલ આવતો બંધ થશે, તો મુશ્કેલી ઉભી થશે, કલેકટર ઉપર આ મતલબની ૭૦ થી વધુ ફરીયાદો આવતા આના નિકાલ માટે એક આખો અલાયદો સેલ ઉભો કરી ત્રણ અધિકારીની નિમણુંક  કરી દીધી છે.

કલેકટરે જણાવેલ કે વિદેશથી આવેલા ફુલ ૧૬૬૦માંથી ૧ર૦૦ થી વધુ હોમ કોરોનાટાઇન કરાયેલ લોકોની તપાસ કરી લેવાઇ છે, કોઇ શંકાસ્પદ નથી, તેમજ રાજકોટનાો કોરાનાનો દર્દી ધોરાજીમાં ગયો હતો પણ ત્યાં પણ કોઇ શંકાસ્પદ બાબત આવી નથી.  કલેકટરે ઉમેર્યુ હતું કે લેબોબેટરીમાં ડીપફ્રીઝર અને બાયોસેફટી કેબીનેટ મશીન લાવવા અંગે પરવાનગી મળી જતા આ મશીન મુંબઇથી લવાઇ રહ્યું છે.

જંગલેશ્વરના ૯૩ પરિવારોને કોરોનટાઇન કરાયા તે અંગે કલેકટરે ઉમેર્યુ હતુ કે આ લોકોને તમામ સુવિધા અપાઇ છે, આ ૯૩ પરિવારો બીપીએલ કે અત્યોદય યાદીમાં આવતા ન હોવા છે, અનેએલએફએમાંથી તાકિદે રાશનનો પુરવઠો પહોંચતો કરાયો છે, કેશડોલ્સ હવે અપાશે, કેટલી અપાશે તે અંગે સરકાર જાહેરાત કરશે.

(3:45 pm IST)