Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

અંબાણી, અદાણી જેવા આપણા ધનાઢયોને પણ આગળ આવવા વડાપ્રધાનશ્રી આહવાન કરે : પરકીન રાજા

બીલ ગેટસ જેવા અબજોપતિઓએ પોતાના દેશ માટે તિજારીઓ ખુલ્લી મુકી દીધી છે ત્યારે : લોકડાઉનમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ વિનામુલ્યે પહોંચતી કરાવો

રાજકોટ તા. ૨૪ : ગુજરાત હાઇકોર્ટના ધારાશાસ્ત્રી ડો. પરકીન રાજાએ અખબારી માધ્યમથી વડાપ્રધાનશ્રીને ખુલ્લો પત્ર પાઠવી જણાવ્યુ છે કે આજ દેશ કોરોનાના કારણે ગંભીર સ્થિતીમાંથી પસાર થઇ રહ્યો છે. ત્યારે આપણા દેશના ધનાઢયો પણ સેવા માટે આગળ આવે તે જરૂરી છે.

વડાપ્રધાનશ્રીની એક અપીલથી દેશની સમગ્ર જનતાએ લોકડાઉનમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. પરંતુ હવેની સ્થિતીને પહોંચી વળવા ધનાઢયોની મદદની ખુબ જરૂર પડશે. લોકોના ઘરમાં જીવન જરૂરીયાતની વસ્તુઓની શોર્ટેજ સર્જાશે.

હવે જયારે વિશ્વના મતમામ દેશોના અબજોપતિઓ અને બિલગેટસ ખુદ પણ જો આવી વિકટ પરિસ્થિતીમાં પોતાની તિજોરીના દરવાજા ખુલ્લા મુકી દેતા હોય તો દેશના અબજોપીતમાં પ્રથમ હરોળમાં સ્થાન ધરાવતા અંબાણી ગ્રુપ, અદાણી ગ્રુપ અને એના જેવા અન્ય ઉદ્યોગપતિઓને દેશની આર્થિક મદદે આવવા વડાપ્રધાનશ્રીએ આહવાન કરવુ જોઇએ.આવા ધનાઢયોની મદદથી લોકડાઉન દરમિયાન લોકોને જીવનજરૂરી ચીજ વસ્તુઓ અનાજ, દુધ, ખાંડ વગેરે વિનામુલ્યે વિતરણ થાય તે માટેની વ્યવસ્થા થવી જોઇએ. તેમ પરકીન રાજાએ સુચન કરતા જણાવલ છે.

(3:42 pm IST)