Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

મવડીમાં પોલીસની ગાડી જોઇ શાકભાજીના ધંધાર્થીઓ લારી મુકી ભાગ્યા

શાકભાજીના ધંધાર્થીઓને એક જ જગ્યાએ ન ઉભા રહી ફરતા રહેવાનું સુચન થયેલુ હોઇ તેનું પાલન કરવું જરૂરી

કોરોનાને કારણે જાહેર થયેલા લોકડાઉનમાં આવશ્યક સેવા અંતર્ગત શાકભાજી વેંચવાની છુટ આપવામાં આવી છે. શાકભાજીના ધંધાર્થીઓએ શાકભાજીની લારીઓ સાથે જે તે વિસ્તારમાં ફરવાની છુટ છે. પરંતુ ટોળા ભેગા કરવાની મનાઇ છે. મવડીમાં કેટલાક શાકભાજીના ધંધાર્થીઓની લારીઓ પર ટોળા જામ્યા હોઇ અને લારીઓ પણ નજીક નજીકમાં જ ઉભી હોઇ પોલીસ પેટ્રોલીંગમાં નીકળતાં શાકભાજીના ધંધાર્થીઓ લારીઓ રેઢી મુકીને ભાગી ગયા હતાં. શાકભાજી વેંચવાની મનાઇ નથી, પરંતુ લારી ધારકોએ સતત ફરતા રહેવાનું છે અને બને તો બે-ત્રણ લોકો જ શાકભાજી માટે આવે અને એ જતા રહે પછી બીજા બે આવે એ રીતનું પાલન કરવું જરૂરી છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:36 pm IST)