Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કોરેન્ટાઇનની ર૯૧ પથારીની સુવિધા ઉપલબ્ધ

રાજકોટ તા. ર૪ : રાજકોટ શહેર-જિલ્લામા કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ સ્તરે અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર સહિત અન્ય અટકાયતના જુદા જુદા પગલા લવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની ખાસ સુવિધા ઉપલબ્ધ કરાયેલી છે. જયારે કોરોના વાયરસ ધરાવતા શંકાસ્પદ વ્યકિતના સંપર્કમાં આવેલા હોઇ તેવા વ્યકિતઓને કોરન્ટાઇન માટે જિલ્લામાં ર૯૧ પથારીની સુવિધા જિલ્લ આરોગ્યતંત્ર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જોઇએ તો રાજકોટના ત્રિમંદિર મંદિરમાં ર૭ બેડની સુવિધા ન્યારી પેલેસ હોટલ તરઘડીમાં ૩૦ પથારી, સામુહિક આરોગ્ય કેન્દ્ર લોધીકા ૩૦, ગોંડલ સિવિલ હોસ્પિટલ રપ સાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસો.હોલ ખાતે રપ, મોટા ગુંદાળા પટેલ સમાજ-ર૪ જામકંડોરણા કુમાર છાત્રાલય-૩૦, ધોરાજી સરકારી હોસ્પીટલ-રપ અનેઉપલેટા કડવા પટેલ સમાજની વાડીમાં રપ પથારીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છેતેમ રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના દ્વારા જણાવવામાં આવ્યું છે.

(12:09 pm IST)