Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

રાજકોટના રાજમાર્ગો પર વાહનચાલકોના દર્શન 'દુર્લભ' : જનજીવન 'અસરગ્રસ્ત'

રાજકોટ : શહેરના રાજમાર્ગો કાયમ રાઉન્ડ ધ કલોક ધમધમતા હોય છે. ટ્રાફિક સમસ્યા માટે જાણીતા આ શહેરમાં રવિવારે જનતા કર્ફયુ રહ્યા બાદ આજે બીજા દિવસે લોકડાઉન છે. ખાસ જરૂરીયાત સિવાઇ લોકો બહાર નીકળતા નથી. વ્યાજબી કારણ વિના બહાર નીકળેલા લોકોને પોલીસ પોતાની ભાષામાં સમજાવે છે.. આજ સવારથી જ ગઇકાલ કરતા પણ વધુ સુમસામ વાતાવરણ છે. પોલીસ તંત્ર દંડા સાથે ફરજ પર છે. મુખ્ય માર્ગો અને પેટા માર્ગો પર વાહન ચાલકોના દર્શન દુર્લભ બન્યા છે. લોકો મોટાભાગે ઘરમાં જ રહ્યા છે સમગ્ર શહેર કોરનાના ભય પ્રેરિત વાતાવરણથી 'અસરગ્રસ્ત' છે સરકારે તા. ૩૧ સુધીનું લોકડાઉન જાહેર કર્યુ છે. ગઇકાલ અને આજ ચિંતાની રહી છે. ઇશ્વર આવતીકાલનો દિવસ રાહતવાળો ઉગાડે તેવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:43 pm IST)