Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

વિરડા વાજડી ફાર્મ હાઉસમાં સીડી પરથી પડી જતા કનુભાઇ પરમારનું મોત

         રાજકોટઃ  વિરડા વાજડીમાં આવેલ ટોપલેન્ડ ફાર્મ હાઉસમાં રહેતા કનુભાઇ ચનાભાઇ પરમાર (ઉવ.૩પ) ગઇ કાલે સીડી ચડતા હતા ત્યારે પડી જતા તેને માથા તથા મોઢાના ભાગે ઇજા થતા તેને સારવાર માટે જલારામ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતુ. આ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. આર.જી. ચૌહાણે તપાસ આદરી છે.

(12:47 pm IST)