Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

ગોંડલ ચોકડી પાસે વાહન હડફેટે મહેશભાઇ ચાવડીયાનું મોત

          

રાજકોટઃ ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી નજીક અજાણ્યા વાહને ઠોકર મારતા ભરવાડ પ્રોઢનું મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ જૂના મોરબી રોડ પર ખોડીયાર પાર્ક શેરી નં. ર માં રહેતા મહેશભાઇ ચાવડીયા (ઉ.વ.પપ)  ગઇકાલે ગોંડલ ચોકડીથી  ગ્રીનલેન્ડ ચોકડી તરફ જતા હતા ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે અજાણ્યા વાહનના ચાલકે ઠોકર મારતા  તેને પેટના ભાગે ગંભીર ઇજા થતા તેને સારવાર માટે  સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતુ.

આ અંગે બી-ડિવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. આર.બી. રાજપૂતે અજાણ્યા વાહન ચાલક વિરૃદ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

(12:25 pm IST)