Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

ગોંડલ રોડ પર હીટ એન્ડ રનઃ સ્કૂલ બસે રીક્ષાને ઠોકર મારતા સવજીભાઈ મોરીનું મોત

રાજકોટ, તા. ૨૩ :. ગોંડલ રોડ પર જૂના જકાતનાકા પાસે સ્કૂલ બસે છકડો રીક્ષાને ઠોકર મારતા રીક્ષા પલ્ટી ખાઈ જતા ચાલક યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગત મુજબ રણુજા મંદિર પાસે વડવાળાનગરમા રહેતા સવજીભાઈ દેવાભાઈ મોરી (ઉ.વ. ૪૨) ગઈકાલે પોતાની છકડો રીક્ષા લઈને જતા હતા ત્યારે ગોંડલ રોડ જૂના જકાતનાકા નજીક જીજે ૩ એટી ૬૨૩૧ નંબરની સર્વોદય સ્કૂલની બસના ચાલકે પૂરઝડપે બસ ચલાવી છકડો રીક્ષાને ઠોકર મારતા રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં સવજીભાઈ મોરીને ગંભીર ઈજા થતા સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા ત્યાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે માલવિયાનગર પોલીસ મથકના પીએસઆઈ જે.કે. પાંડાવદરાએ બસ ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:40 pm IST)