Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

કાતા-કુમિતે કરાટેમાં રાજકોટ ર૯ મેડલ જીતી લાવ્યું

 ઇન્ડિયા વાડોફાઇના ગુજરાત ચીફ સેન્સેઇ પ્રવિણ ચૌહાણ દ્વારા અંબાજી ખાતે ગુજરાત કરાટે સ્પર્ધા યોજાઇ હતી. જેમાં આશરે ૩૦૦ જ ેટલા અલગ અલગ જિલ્લામાંથી પાર્ટીશીપેટ કર્યુ હતું. રાજકોટના ૩૩ વિદ્યાર્થીઓએ કાતા-કુમિતેમાં અલગ -અલગ વેઇટ કેટેગરીમાં ૧ર ગોલ્ડ, ૭ સીલ્વર, ૧૦ બ્રોન્ઝ મેળવી રંગ રાખી દીધો હતો. (તપોવન સ્કુલ) સાકરીયા મંથન, વ્યાસ ધ્રુવી, ડોડિયા જયરાજ, પાડલીયા તિર્થ, પાનસુરીયા દ્રષ્ટિ (એસ.કે.પી. સ્કુલ) બાંભણીયા મંથન (ક્રિસ્ટલ સ્કુલ) પંડયા પ્રથમ, ઉટવાડીયા રાજદિપ (ફ્રાન્સીસ સ્કુલ) વૈદ્ય ધ્રુવીન, કાછડીયા પાર્થને ગોલ્ડ મેડલ તેમજ (તપોવન સ્કુલ) આંબલીયા મીત, કાતરીયા મીત, જાડેજા શુભરાજ, સિદપરા રાજવી (એચ.કે.પી.સ્કુલ) મારકણા પલ ને સિલ્વર મેડલ તેમજ (તપોવન સ્કુલ) સંતોકી દર્શ, નિષાદ, કાન્હા, રાંક ભાર્ગવ, જારસાણીયા આર્યન, વસોયા વિરાંગ, પાડલિયા જેમિશા, વ્યાસ પ્રાર્થના (એસ.કે.પી. સ્કુલ) પાંભર તરંગ, ગજેરા ક્રિશ, અજુડિયા કિશનને બ્રોન્ઝ મડલ એનાયત થયો હતો. તમામ ખેલાડીઓ કોચ સચિવ ચૌહાણ નીચે તાલીમ મેળવી રહ્યા છે. (૯.૧૮)

(4:16 pm IST)