Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ઓશો પ્રાણ યોગ સાધના શિબિર

ઓશોવાટીકામાં ૨૯ માર્ચથી ૧ એપ્રિલ સુધી આયોજન : શિબિરનું સંચાલન કરશે જબલપુરના સ્વામી અનાદિ અનંતઃ એકટીવ ધ્યાન વિધીઓ સામુહિક વિશિષ્ટ પ્રયોગો દ્વારા થશે

રાજકોટ, તા.૨૪: શહેરના કાલાવડ રોડ પર હજારથી વધુ વૃક્ષોથી સુશોભીત કુદરતી વાતાવરણના સાનિધ્યમાં સામુહિક સાધના શિબિર ઓશો પ્રાણ યોગ સાધના શિબિરનું રાજકોટથી ૧૭ કી.મી.દુર બાલસર ગામ પાસે, વન વિભાગ નજીક કુદરતી વાતાવરણમાં લોકોને રહેવા- જમવાની અતિ આધુનિક સુવિધા ધરાવકતી શાંતિમય જગ્યા ઓશો વાટિકામાં આયોજન કરવામાં આવેલ છે.

શિબિરનું ઉદ્ઘાટન તા.૨૯/૩ ગુરૂવારના સાંજે ૬ કલાકે રાખેલ છે. તા.૧/૪ રવિવાર બપોરે ૨ કલાકે સમાપન થશે.

શિબિરનું સંચાલન ''સ્વામિ અનાદિ અનંત'' જેઓ ઓશો અમૃતધારા જબલપુરથી આવી સંચાલન કરશે. તેમના સાનિધ્યમાં ઓશોએ આપેલી એકટીવ ધ્યાન વિધીઓ સામુહિક વિશિષ્ટ પ્રયોગો દ્વારા થશે.

ઓશો કહે છે કે, બુધ્ધના સમયમાં લોકો એટલા સરળતાથી બેસી ધ્યાનમાં પ્રવેશ કરી શકાતો. પરંતુ આજના તનાવ ભર્યા માહોલમાં તેમજ ઝડપી અને ટેકનોલોજી યુકત યુગમાં સરળતાથી ધ્યાનમાં જવું મુશકેલ છે. ઓશોએ આજની પરિસ્થિતીને ધ્યાનમાં લઈને અતિ આધુનિક ધ્યાનની વિધીઓ એકટીવ ધ્યાન આપેલ છે. આજના આધુનિક યુગમાં સરળતાથી ધ્યાનમાં પ્રવેશવાની વિધિઓમાં પધારવા આમંત્રણ પાઠવાયું છે. વિશેષ માહિતી માટે મો.૯૯૭૮૪ ૮૦૮૨૯, ૮૩૨૦૫ ૩૫૩૫૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

સ્થળઃ ઓશો વાટીકા, કાલાવડ રોડ, બાલાજી વેફર્સ સામેની સાઈડનો રોડ, (વાયા વાગુદળ- બાલાસરા રોડ), રાજકોટ(૩૦.૧૦)

 

(4:14 pm IST)