Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

રાજકોટ હાર્ડવેર મેન્યુફેકચર એસો.ની મીટીંગ : નવી કમીટીની રચના

રાજકોટ : રાજકોટ હાર્ડવેર મેન્યુફેકચર્સ એસોસીએશન દ્વારા ક્રિષ્ના પાર્ક ખાતે પ્રમુખ શ્રી જયેશભાઈ ચાવડાની આગેવાનીમાં મીટીંગનું આયોજન કરેલ. જેમાં હાર્ડવેર મેન્યુફેકચર્સ હાજર રહેલ તેમજ ૨૦ વ્યકિતની નવી કમીટી પણ બનાવેલ છે. જેમાં મેન્યુફેકચર્સને કઈ રીતે સારી કવોલીટી બનાવવી, કેવી રીતે પ્રોડકશન કરવુ તેમજ જીએસટી તેમજ ઘણી બધી બાબતની જાણકારી આપેલ. જેમાં પૂર્વ પ્રમુખ રોહિતભાઈ સાવલીયા, ભરતભાઈ હાપાણી, જેન્તીભાઈ સરધારાએ માર્ગદર્શન આપેલ. આ એસો.ના પ્રમુખ જયેશભાઈ ચાવડા (શ્રીજી ટાઈમ), ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ (શકિત મેટલ), ખજાનચી શંભુભાઈ કોટડીયા (નેવીલ એન્ટ), સેક્રેટરી જેન્તીભાઈ સરધારા (જે.કે. મોલ) તથા સલાહકાર સમિતિમાં વજુભાઈ બાબીયા (સોલાર ટેકનોકાસ્ટ), ભરતભાઈ હાપાણી (કીચ ઈન્ઙ), રોહિતભાઈ સાવલીયા (ઈનોવેટીવ) અને સોમેશભાઈ મલિક (કયુબા) હોવાનું યાદીમાં જણાવાયુ છે.(૩૭.૨૧)

(4:06 pm IST)