Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

પ્રભુ ભકતને આધિન છે : પૂ.પરાગકુમારજી

પુષ્ટિ સત્સંગનો લાભ લેતા વૈષ્ણવો : સોમવારે છેલ્લો દિવસ

રાજકોટ : અહિંના શ્રી સર્વોત્તમ ધામ (૧૫૦ ફૂટ રીંગ રોડ, બાલાજી હોલ પાછળ, ધોળકીયા સ્કુલ પાસે) ખાતે ૨૫મીના સોમવાર સુધી સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા શ્રી પરાગકુમારજીના શ્રીમુખે આયોજીત ''પુષ્ટિ સત્સંગ''માં પૂ.ગોપેશકુમારજીએ આર્શીવચન પાઠવ્યા હતા. શ્રી પરાગકુમારજીએ કરેલ સત્સંગના અંશો અહિં પ્રસ્તુત છે. ધર્મની જરૂર શું છે અને પ્રભુનો સાક્ષાત્કાર કેમ કરવો. જયારે સત, ચિત અને આનંદ ત્રણેયનો સમન્વય થાય ત્યારે પૂર્ણ સચ્ચિદાનંદનો આનંદ પ્રાપ્ત થાય છે. પ્રભુશ્રી કૃષ્ણમાં સત - ચિત અને આનંદ આ ત્રણેય પૂર્ણરૂપે બિરાજમાન છે. તેથી તેઓ સચ્ચિદાનંદ કહેવાય છે. ધર્મને જાણવા કોઈ પ્રખર વ્યકિતનો સહારો લેવો જોઈએ. જે પુષ્ટિમાર્ગમાં આચાર્ય શ્રી મહાપ્રભુજી પૂર્ણ સ્વરૂપે બિરાજે છે. દરેક ધર્મનું મુળ જો કોઈ હોય તો શ્રી કૃષ્ણ જ પરમ બ્રહ્મ છે. ગોવર્ધન પર્વત ઉપર શ્રીજીબાવાનું સ્વરૂપ એ જ શ્રી કૃષ્ણ જે સારસ્વત કલ્પમાં યશોદાનંદ શ્રી કૃષ્ણ હતા. તે જ કલીયુગમાં શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયા છે. ૫૫૦ વર્ષો પહેલા કૃષ્ણદેવ રાજાની સભામાં પુષ્ટિમાર્ગનું સ્થાપન કર્યુ. પુષ્ટિમાર્ગની વિશિષ્ટતા કે દરેકના ઘરે પ્રભુને પધરાવ્યા છે. જેમ આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ તેમ પ્રભુ પણ ભકતને પ્રેમ કરે છે. તેથી જ પ્રભુ ભકતને આધીન છે. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીનીજીના વિરહતાપથી જે સ્વરૂપ પ્રગટ થયુ તે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ. ભકિતના ત્રણ માર્ગ - જ્ઞાનમાર્ગ - ભકિતમાર્ગ અને કર્મ માર્ગ. આજરોજ શ્રી યમુના છઠ્ઠ તેમજ શ્રી ગુસાઈજીના છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજીનો પ્રાગટ્ય દિવસ તેમજ રાત્રી કાર્યક્રમમાં આજે મહારાસનું આયોજન થયેલ. જેમાં વૈષ્ણવો ભકિતના રંગે રંગાયા હતા.(૩૭.૧૭)

(4:02 pm IST)