Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

મારવાડીમાં યુથ ફેસ્ટીવલની ઉજવણી

 રાજકોટ : મારવાડી એજયુકેશન ફાઉન્ડેશન ગ્રૃપ ઓફ ઇન્સ્ટીટયુટશન વિદ્યાર્થીના સર્વાગી વિકાસ હેતુ સતત પ્રયત્નશીલ રહે છે જેના ભાગરૂપે વિદ્યાર્થીના જ્ઞાન, કૌશલ્ય અને અભિગમમાં સતત સુધારાને લક્ષ્યમાં રાખવામાં માટે મારવાડી યુનિવર્સિટીમાં દર વર્ષે મારવાડી યુનિવર્સિટી ફેસ્ટીવલ (એમ.યુ. ફેસ્ટ)ની ઉજવણી કરવામાં આવે છેજેમાં ટેકનીકલ, નોન ટેકનીકલ ઇવેન્ટ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ, ફેશ ન શો, રોબેરેસ, મ્યુઝીક શો, પોસ્ટર પ્રેઝન્ટેશન, લોગોડીઝાઇન, જંક યાર્ડ જેવી કુલ ૧રપ ઇવન્ટનું યુનિવર્સીટીના કેમ્પસની અલગ અલગ પ૭ જગ્યા પર આયોજન કરવામાં આવ્યું છે અને આ દરેક ઇવેન્ટમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલો છે. ઇવેન્ટમાંને સફળ બનાવવા મારવાડી યુનિવર્સિટનીા દરેક ટીચિંગ - નોન ટીચિંગ સ્ટાફ છેલ્લા ૧પ દિવસથી તન તોડ તૈયારી કરી રહ્યા હતા તેઓના કુશળ આયોજનને  લઇ સમગ્ર ગુજરાતમાં થી અલગ અલગ કોલેજોના ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. એમ. યુ.ફેસ્ટને નિહાળવા રાજકોટ તેમજ ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળેલો છે. (૯.૧૭)

(4:01 pm IST)