Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

શહેરમાં એક વર્ષમાં ૬૩ હજાર વાહનો વેંચાયા

કોર્પોરેશનને વાહન વેરાની રૂ ૯.૪૪ કરોડની આવક

રાજકોટઃ શહેરમાં ચાલે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૬૩,૫૦૫  ટુ અને ફોર વ્હીલર વાહનો વેચાતા રૂ.૯.૪૪ કરોડની આવક થવા પામી છે.ગત વર્ષ કરતા વાહન વેરાની  આવક વધુ થવા પામી છે. વાહન વેરાનાં ૧૦ કરોડનાં લક્ષ્યાંકમાં રૂ.૫૦લાખનું છેટુ છે.આ અંગે કોર્પોરેશનનાં વહનવેરા વિભાગ માંથી મળતી પ્રાપ્ત માહિતી મુજબ તા.૧ એપ્રિલ થી તા. ૨૩ માર્ચ સુધીમાં ૧૨ પ્રકારના  ૬૩,૫૦૫ વાહનો વેચાતા કુલ રૂ. ૯,૪૪,૨૧,૯૮૭ ની આવક થવા પામી છે. આ પૈકી ૫૦૫૩૪ ટુ વ્હીલરના રૂ.૨.૨૯ કરોડ, ફોર વ્હીલર(પેટ્રોલ) ૬,૪૭૫ વાહનોના રૂ.૨.૮૮ કરોડ , ફોર વ્હીલર(ડિઝલ)ના ૪,૧૯૩ વાહનો વેચાતા રૂ.૩.૫૩ કરોડ તથા થ્રી વ્હીલર ૧૫૯ વેંચાતા રૂ.૨.૮૫ કરોડ, ૬ વ્હીલર ૯૧નાં રૂ.૧૧.૬૮ લાખ  સહિત કુલ રૂ.૯.૪૪ કરોડની આવક  તંત્રની તીજોરીમાં થવા પામી છે. વાહન વેરાનો મુળ ૮.૨૫ કરોડ લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.રીવાઇઝડ બજેટમાં રૂ.૧૦ કરોડનો ટાર્ગેટ કરવામાં આવ્યો છે.અત્રે નોંધનીય છે, તંત્ર દ્વારા ગત વર્ષથી વાહનની કિંમતનાં ૧ ટકા લેખે વેરો વસુલવામાં આવે છે. હવે એપ્રિલ ૨૦૧૮થી ૧ લાખથી વધુનાં કિમંતનાં વાહન વેરાના ૨ ટકા લેખે વેરો વસુલવામાં આવશે. (૨૮.૨)

(3:56 pm IST)