Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

કાલે રામનવમી : રામ મંદિરોમાં ઉત્સવી માહોલ

શાંતિ અમન કે ઇસ દેશ સે સબ બુરાઇ કો મિટાના હોગા, આતંકી રાવન કા દહન કરને ફીરસે શ્રી રામ તુમકો આના હોગાઃ મધ્યાહને રામજી મંદિરોની ઝાલરો રણઝણી ઉઠશે : આરતી, પૂજન, ભજન, સત્સંગના ઠેરઠેર કાર્યક્રમો

રાજકોટ તા. ૨૪ : ભગવાન શ્રીરામચંદ્રજીનો અવતરણ દિવસ એટલે ચૈત્ર સુદ નોમ! કાલે રામનવમીની આનંદભેર ઉજવણી કરવા રામભકતોમાં અનેરો ઉમંગ છવાયો છે. રામજી મંદિરોને અનેરા શણગાર કરી કાલે મધ્યાહને વિશેષ આરતી પૂજન તેમજ દિવસ ભર પાઠ, પૂજના, ધૂન ભજનના કાર્યક્રમો આયોજીત થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

કપીલા હનુમાનજી

ભીચરી નાકા બહાર, આજી નદીના કાંઠે આવેલ શ્રી કપીલા હનુમાનજી મંદિરે  કાલે સવારે અને સાંજે નિત્ય આરતી, બપોરે ૧૨ કલાકે રામજન્મમની આરતી, રામ સ્તુતિ, રામધૂન, બપોરે ૧૨.૩૦ વાગ્યે બટુક ભોજન, રાત્રે ૮ વાગ્યે સત્ય નારાયણ ભગવાનની કથા રાખેલ છે.

કોટેશ્વર મહાદેવ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મહાદેવ મંદિરેકાલે ચૈત્ર સુદ નોમના ઉમંગભેર રામનવમી ઉજવાશે. સવારે શ્રીરામ ભગવાનનું પૂજન અર્ચન અને બપોરે ૧૨ કલાકે મહાઆરતી કરી પંજરીના પ્રસાદનું વિતરણ કરાશે. સાંજે કોટેશ્વર મહીલા મંડળ દ્વારા ધૂન ભજન રાખેલ છે. સાયંકાલીન મહાઆરતી કોટેશ્વર મહાદેવની થશે. ધર્મપ્રેમીજનોએ લાભ લેવા કોટેશ્વર પરિવારના વિક્રમસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, પરેશભાઇ કારીયા, ક્રિપાલસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, જયભાઇ આસોડીયા, સંદીપ સોલંકી, અજય સોલંકી, રશ્વીનભાઇ જાદવ, સિધ્ધરાજસિંહ પી. જાડેજા, શનિ જાદવ, હરદેવસિંહ, ધર્મદિપ પરમાર, મનોજ મકવાણા, ધર્મદીપસિંહ જાડેજા, રૂષિરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ ઝાલા, મિત ચાવડા, છગનભારથી બાપુ ગોસ્વામીએ અનુરોધ કરેલ છે.

શહેર ભાજપ દ્વારા  શોભાયાત્રાનું સ્વાગત કરાશે

રામનવમી નિમિતે નિકળનાર શોભાયાત્રાનું શહેર ભાજપ દ્વારા કાલે સવારે ૧૦ વાગ્યે ગાંધીજીની પ્રતિમા, જયુબેલી ચોક ખાતે ભાવભીનું સ્વાગત કરાશે. તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડે અનુરોધ કરેલ છે.

ચિત્રકુટધામ રામજી મંદિર

ચિત્રકુટધામ રામજી મંદિર, ૪-ધર્મજીવન સોસાયટી, ભકિતનગર સર્કલ પાસે નીજ મંદિરે કાલે શ્રી રામ જન્મ જયંતિ મહોત્સવ ધામધુમથી ઉજવાશે. પંચધાતુની પ્રતિષ્ઠિત મુર્તિઓના ષોડષોપચાર પૂજન અને શણગાર કરાશે. ગોપી મંડળના સત્સંગ, ધુન, ભજન બપોરે ૧૨ વાગ્યે ભગવાન શ્રી રામચંદ્રજીની ૧૦૮ દિપદાન સાથે મહાઆરતી કરી પંજરીના પ્રસાદનું વિતરણ કરાશે.

રામનવમીની શુભેચ્છા પાઠવતા મનોજ રાઠોડ

રામ નવમી નિમિતે સર્વે ધર્મપ્રેમીજનોને પ્રદેશ કોંગ્રેસ યુવા અગ્રણી મનોજ રાઠોડે શુભેચ્છા પાઠવી છે. રામાયણના પ્રસંગો ટાંકીને તેઓએ બધાના પરિવારમાં સંપ અને પ્રેમની ભાવના ઉજાગર થાય તેવી લાગણી વ્યકત કરી છે.

રામનવમી એટલે મર્યાદાનું પર્વ

ચૈત્ર- સુદ નોમ એટલે શ્રી રામનવમી આ પવિત્ર વસે શ્રી સહ જાનંદ સ્વામીનો જન્મ થયેલો. શ્રી રામનોવમ એટલે મર્યાદાનું પર્વ ભગવાન શ્રી રામનો મર્યાદા પુરૂષોતમ સાર્થક કરતા કેટલાક પ્રસંગો અત્ર પ્રસ્તુત છે. શ્રીરામ વચનબંધ એક પત્ની વૃતધારી હતા. અરણ્યમાં ઈન્દ્રપુત્ર જયંતે સીતાજીના સહૃદયથી પ્રશસ્તા સાંભળતા જયંતને સીતાજીને જોવાની લાલસા જાગી, પરંતુ તેનો ઈરાદો શુધ્ધ ન હતો, આથી જયંતે કાગડાનુંરૂપ લીધુ અને સીતાજીને સ્પર્શ કર્યો. શ્રીરામે આદ્રશ્ય જોઈને પડકાર ફેકયો કોણ છે તું? આથી જયંત પોતાના સ્વરૂપમાં પ્રગટ થઈને શ્રીરામ પાસે માફી માગી પરંતુ શ્રીરામનું શબ્બદ બાણ છૂટી ગયુ હતુ અને ધર્મની સળીએ કાગડાની એક આંખ ફોડી નાખતા જયંત કાગડો એક આંખ વાળો થયો. આવો જ બીજો પ્રસંગ છે. શ્રી રામ આકાશમાં રહેલા ચંદ્રને લેવા માટે હાથ લબાવે છે. ત્યારે માતા કૌશલ્યા થાળીમાં પાણી ભરેલા કટોરામાં ચંદ્રનું પ્રતિબીજા શ્રીરામનો બતાવે છે. શ્રીરામ ચંદ્ર મળ્યાનો આનંદ મેળ છે. શ્રીરામ વિશ્વામિત્રના યજ્ઞમાં રક્ષા અર્થ જાય છે અને ગુરૂ જ્ઞાનનું સંપૂર્ણ પાલન કરે છે. વનમાં સીતાજી સુર્વણમૃગ લાવી આપવાાનું કહે છે. શ્રીરામ હરણ પાછળથી રાવણ સીતાનું હરણ કરી જાય છે અને શ્રીરામ વનના ઝાડ-પાન ઋષિમુનિઓ પશુ-પંખી પુછે છે કે મારી સીતાને કોઈ એ જોઈ છે. મર્યાદાની પરાકાષ્ટાનું આદ્રશ્ય જોઈ સતી પાર્વતી પણ મુજવણમાં મુકાય જાય છે. ભગવાન શંકર ભોળાનાથ કહે છે શું રામ વિષ્ણુના અવતાર છે. આવા મર્યાદા પુરૂષનો જન્મદિવસ છે. કાળીપાટ ગામના શાસ્ત્રી બટુક મહારાજના શ્રીરામને પ્રણામ અને વંદના.

શાસ્ત્રી બટુક મહારાજ

સ્વામીનારાયણ મંદિરના પૂજારી અને કાળીપાટ ગામના શાસ્ત્રી,

મો.૯૮૯૮૨ ૬૫૯૮૦

(4:22 pm IST)