Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

પૂ.ધીરજમુનિજી પ્રેરિત વ્યાખ્યાન 'સંગ્રહ સુપર ડુપર આત્મા' સંઘોમાં ઉપોલબ્ધ

રાજકોટ,તા.૨૪: ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરૂદેવ શ્રી ધીરજમુનિ મ.સા.ની નિશ્રામાં શાસનપ્રગતિ શુભેચ્છક શ્રી ઉર્વિશ- પારૂલ વોરાનું રજતકળશથી મનીષ બાવીસીએ સન્માન કરેલ.

પૂ.શ્રી ધીરજમુનિ મ.સા.ના ઠાણાંગ સૂત્ર અધિકાર ચાતુર્માસ વ્યાખ્યાન સંગ્રહ 'સુપર ડુપર આત્મા' આયંબિલ ઓળી પર્વ પ્રસંગે રંજના જયંત કામદારના વિશિષ્ટ યોગદાનથી જ્ઞાનાર્થે અલ્પમૂલ્યમાં વિરાણી પોષધશાળા, ઈન્દ્રપ્રસ્થનગર, સરદારનગર, મહાવીરનગર, ગીતગુર્જરી, જંકશન, ગોંડલરોડ (વેસ્ટ), શ્રમજીવી, જૈનચાલ, ભકિતનગર, વૈશાલીનગર, રોયલપાર્ક- ઓમાનવાલા ઉપાશ્રય, જૈન ભોજનાલય ખાતે ઓફિસમાંથી મળી શકશે.

શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર દ્વારા છેલ્લાં ૩૦ વર્ષથી પ્રકાશીત શાસનપ્રગતિ (માસીક) જ્ઞાનાર્થે રૂપિયા ૫૦૦/- માં આજીવન સભ્ય બનવા ઈન્દ્રપ્રસ્થનગર, હેમગુઢવી હોલ પાસે લવાજમ તા.૩૧ સુધીમાં ભરી શકાશે. વધુ વિગત માટે મો.૯૯૭૯૨ ૩૨૩૫૭નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(૩૦.૬)

(2:10 pm IST)