Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

બેટી બચાવો બેટી પઢાઓ, શિવ તાંડવ જેવી કૃતિઓ ભુલકાઓ દ્વારા રજૂ

રાજકોટ : હેમુગઢવી હોલ ખાતે પૂજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો કીડ્ઝ દ્વારા ૨૬મો વાર્ષિકોત્સવ ઉજવાઈ ગયો. જેમાં ૩૪૦થી વધારે બાળકો દ્વારા આરતી - ફેશન શો જેમાં થીમ બેઈઝ એક કદમ સ્વચ્છતા કી ઔર - બેટી બચાવો બેટી પઢાઓ, શિવ તાંડવ, દેશ પ્રેમની ભાવના તથા વેસ્ટર્નની પેટર્ન ઉપરાંત હીપહોપ, ફોક, કન્ટેમ્પરરી, ઝુમ્બા, યોગા, જીમ્નાસ્ટીક તથા સ્કેટીંગની અનેક વેરાયટી બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. સવા વર્ષથી લઈને ૬૪ વર્ષ સુધીના બાળકો - યુવાનો તથા વડીલોએ એક એકથી ચડીયાતી ૨૦ થી વધારે કૃતિઓ રજૂ કરી હતી.

આ પ્રસંગે સર્વેશ્રી માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, ગજેન્દ્રસિંહ રાઠોડ - પી. એસ.આઈ (ક્રાઈમ બ્રાંચ), મૌલેશભાઈ પટેલ (બાન લેબ્સ), ઉમેશભાઈ શેઠ (યુટર્ન ઓપ્ટીકલ મોલ), વિજયભાઈ કારીયા, ડો.નીરજ ભાવસાર, જીતુભાઈ ગોટેચા, જીમ્મીભાઈ અડવાણી - શિવસેના અધ્યક્ષ, જયેશભાઈ ઉપાધ્યાય, પરેશભાઈ પોપટ - આર. ડી. ગ્રુપ, ચિરાગભાઈ અઢીયા, અશોકભાઈ ગાંધી, રાજેશભાઈ ગાંધી, હિમાંશુભાઈ રાણા, સુરેશભાઈ ત્રિવેદી, માધવભાઈ જશાપરા, ડો. કે. પી. ડાંગર, એમ. ડી. એનોટોમી, દિપકભાઈ રાજાણી (કલ્યાણ જવેલર્સ), સુભાષભાઈ રામાણી, ધર્મેશ વસંત, મનહરસિંહ ગોહિલ, ડો. નિખિલ ગેરીયા, દિનેશભાઈ વિરાણી, સુનિલભાઈ શાહ, કૌશિકભાઈ અઢીયા, સુરેશભાઈ પરમાર, ધર્મેશભાઈ વસંત, દિપકભાઈ વાયા, જયેશભાઈ ઓઝા, ડી.સી. પટેલ, દિલીપભાઈ, પિયુષભાઈ, મીતાબેન ચાવડા, બ્રહ્માકુમારીમાંથી અંજુદીદી, કિંજલદીદી, રેખાદીદી, ઉમાબેન, કાશ્મીરાબેન નથવાણી, રેણુબેન યાજ્ઞિક, રમાબેન હેરભા, રત્નાબેન સેજપાલ, અલ્કાબેન કામદાર, જશુબેન વસાણી, અરૂણાબા ચુડાસમા, પાયલબેન, ઉર્વીબેન, પૂર્ણિમાબેન ખંધેડીયા વગેરે હાજર રહ્યા હતા.

આયોજનને સફળ બનાવવા માટે પૂજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો કીડઝના તમામ કમીટી મેમ્બરો રાજનભાઈ, હાર્દિકભાઈ, માંગલ્યભાઈ, અલીભાઈ, સોનલબેન, દત્તાબેન, મેઘાબેન, આરતીબેન, રચનાબેન, સીમરનબેન, અલ્પાબેન, દીપ્તીબેન, જલ્પાબેન, પૂર્વીબેન, દીપાબેન, કમલબેન, ભાવનાબેન, કિંજલબેન, પ્રિન્સીબેન, વૈભવીબેન, અંકિતાબેન, મેઘાબેન હિનલબેન, ડો. પૂજા રાઠોડ તથા સંચાલિકા પુષ્પા રાઠોડે જહેમત ઉઠાવી હતી.(૩૭.૯)

(2:09 pm IST)