Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

જીનેસીસ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલનો કાલથી શુભારંભ

ડો. દર્શન ભટ્ટ, ડો. અર્ચીત રાઠોડ, ડો. જયંત મહેતા અને ડો. પ્રતાપસિંહ ડોડિયાની : ૫૦ બેડની અદ્યતન, આઈસીયુ, ઓર્થોપેડીક-ટ્રોમા, લેબોરેટરી, રેડીયોલોજી સહિત તમામ વિભાગો ઉપલબ્ધ

રાજકોટ : 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે જીનેસીસ હોસ્પિટલના ડો. અર્ચિત રાઠોડ, ડો. દર્શન ભટ્ટ, ડો. જયંત મહેતા અને ડો. પ્રતાપસિંહ ડોડીયા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૨૪ :. મેડીકલ હબ તરીકે ઉભરી રહેલ સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ શહેરના આંગણે આવતીકાલથી અદ્યતન સારવાર માટેની જીનેસીસ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલનો તા. ૨૫ને રવિવારે પાવનકારી શ્રીરામનવમીના શુભ દિવસે શુભારંભ થઈ રહ્યો છે.

નાની ઉંમરે દર્દીઓની સચોટ સારવાર કરી તબીબી આલમમાં નામના અંકીત કરનાર યુવાન તબીબો સર્વશ્રી ડો. દર્શન ભટ્ટ, ડો. અર્ચિત રાઠોડ, ડો. જયંત મહેતા, ડો. પ્રતાપસિંહ ડોડીયા, ડો. પાર્થ પટેલ દ્વારા નવા સાહસ સ્વરૂપે જીનેસીસ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ આવતીકાલથી કાર્યરત થઈ રહી છે ત્યારે શુભેચ્છકો અને સ્નેહીજનોએ અભિનંદન વર્ષા કરી છે.

જીનેસીસ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલમાં તમામ  પ્રકારની સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં - ૫૦ બેડની, ૧૭૦૦૦ સ્કવેર ફીટ બાંધકામ સાથેની અદ્યતન હોસ્પીટલ, -૧૭ બેડનું અત્યાધુનિક (લેવલ-૩) મેડીકલ, સર્જીકલ અને રીકવરી આઈસીયુ, - સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ અતિ આધુનિક જીઈ કેરસ્કેપ મેટાબોલીક મોનીટરીંગ સાથેના વેન્ટીલેટર, - આંતરરાષ્ટ્રીય કક્ષાનું ચક્કર અને બેલેન્સનું નિદાન તથા સારવાર કેન્દ્ર, - કાનના અવાજમા તમરાના નિદાન માટેનું શ્રેષ્ઠ સારવાર કેન્દ્ર જીનેસીસ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલમાં ઉપલબ્ધ છે.

જીનેસીસ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલમાં કાર્ડીયાક આઉટપુટ મોનીટરીંગ, ડાયાલીસીસ, ઓર્થોપેડીકલ અને ટ્રોમા વિભાગ, અતિ આધુનિક બે ઓપરેશન થીયેટર તેમજ સૂક્ષ્મ સર્જરી દૂરબીન દ્વારા કરવામાં આવશે. ૨૪ કલાક ઈમરજન્સી સારવાર, લેબોરેટરી, રેડીયોલોજી અને મેડીકલ સ્ટોરની સુવિધા ઉપલબ્ધ છે.

જીનેસીસ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલના નિષ્ણાંત તબીબોના પરિચયની પાંખે

ડો. દર્શન ભટ્ટ

તબીબી જગતમાં સ્વચ્છ પ્રતિભા તરીકે ઉભરી આવેલ મૂળ રાજકોટના ડો. દર્શન ભટ્ટે પાયાનું શિક્ષણ રાજકોટમાં મેળવેલ અને ૨૦૦૦માં એમબીબીએસની પદવી મેળવી ૨૦૦૪માં એમએસ-ઈએનટીની પદવી મેળવ્યા બાદ ચક્કર (વર્ટીગો)ની તાલીમ તે ખાસ જર્મનીથી મેળવીને ચક્કર નિષ્ણાંત તરીકે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જાણીતા બન્યા છે. ડો. દર્શન ભટ્ટ ૨૦૦૪થી ૨૦૦૬ એચ.જે. દોશી હોસ્પીટલ, રત્નમ હોસ્પીટલ ખાનગી પ્રેકટીસ અને વોકહાર્ટ હોસ્પીટલ અને સ્ટર્લીંગ હોસ્પીટલમાં માનદ સેવા આપે છે. ડો. દર્શન ભટ્ટ ચક્કર, બેલેન્સ અને કાન, નાક, ગળાના રોગના ખૂબ નિષ્ણાંત છે. ચક્કર વર્ટીગો સેન્ટરની સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાના સાધનોથી શરૂઆત કરી ચક્કરના ૩૦,૦૦૦થી વધુ દર્દીઓની સફળ સારવાર કરી છે. આંતરરાષ્ટ્રીય જનરલમાં પણ સંશોધનપત્ર રજુ કરેલ છે.

ડો. અર્ચિત રાઠોડ

રાજકોટના વતની ડો. અર્ચિત રાઠોડ મેડીસીન અને ક્રિટીકલ કેર વિભાગના નિષ્ણાંત છે. ડો. અર્ચિત રાઠોડે તેમની તબીબી કારકિર્દીની શરૂઆત દોશી હોસ્પીટલથી કરી બાદમાં પ્રગતિ હોસ્પીટલમાં ખૂબ સેવા આપી છે. આઈસીયુમાં ખૂબ નિષ્ણાંત તરીકે જાણીતા ડો. અર્ચિત રાઠોડ અતિગંભીર બિમાર દર્દીની સારવાર કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. આઈએસસીસીએમના લાઈફ ટાઈમ મેમ્બર છે. દર્દીઓના રોગનું સચોટ નિદાન કરવામાં ડો. અર્ચિત રાઠોડ ખૂબ નિષ્ણાંત છે.

ડો. જયંત મહેતા

છેલ્લા બે દાયકાથી તબીબી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા ડો. જયંત મહેતા ઘનિષ્ઠ રોગોની આધુનિક સારવારના ખૂબ જાણીતા તબીબ છે. તેમને ક્રિટીકલ કેર ફેલોસીપ મુંબઈની જાણીતી લીલાવતી હોસ્પીટલમાંથી મેળવેલ છે. ડો. જયંત મહેતા એમ.એન. વિરાણી વોકહાર્ટ હોસ્પીટલ ખાતે સિનીયર કન્સલ્ટન્ટ ઈન્વેસ્ટીવીસ્ટ તરીકે છેલ્લા ૧૦ વર્ષથી યશસ્વી ફરજ બજાવેલ છે. અત્યાર સુધીમાં ઘણા ગંભીર બિમારીવાળા દર્દીઓની સારવારનો બહોળો અનુભવ જેમા ઝેરી દવા, મલ્ટીઓર્ગન ફેલ્યોરના દર્દીઓની સફળ સારવાર કરી છે. ડો. જયંત મહેતા ઈન્ડીયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેર મેડીસીનની માન્યતા પ્રાપ્ત એમબીબીએસ, એમડી પછીની ફેલોસીપ કોર્સીસના ફેકલ્ટી ટીચર તરીકે સેવા બજાવે છે.

ડો. પ્રતાપસિંહ ડોડીયા

તબીબી આલમમાં ખૂબ હસમુખા સ્વભાવના મૂળ વેરાવળ-સોમનાથના જાણીતા સર્જન ડો. પ્રતાપસિંહ ડોડીયા પેટ રોગના નિષ્ણાંત છે. તેમને અમદાવાદની જાણીતી બી.જે. મેડીકલ કોલેજમાંથી એમબીબીએસ અને એમએસની પદવી વાડીલાલ સારાભાઈ હોસ્પીટલમાંથી મેળવેલ. એચ.જે. દોશી હોસ્પીટલમાં સર્જન તરીકે ૩ વર્ષ અને પ્રગતિ હોસ્પીટલમાં ૬ વર્ષ યશસ્વી ફરજ બજાવેલ. ડો. પ્રતાપસિંહ ડોડીયા વર્લ્ડ લેપ્રોસ્કોપી હોસ્પીટલ-ન્યુ દિલ્હીમાંથી ફેલોસીપ મેળવેલ છે. દૂરબીન દ્વારા થતા ઓપરેશનના નિષ્ણાત ડો. પ્રતાપસિંહ ડોડીયા પેટના તમામ રોગોના સચોટ નિદાન અને સારવાર ઉપરાંત હરસ, મસાની આધુનિક પદ્ધતિથી સારવારના નિષ્ણાંત છે.

ડો. પાર્થ પટેલ

રાજકોટ જિલ્લાના પડધરીના દહીંસરડા ગામના ડો. પાર્થ રમેશભાઈ પટેલ ઓર્થોપેડીક સર્જન તરીકે સારી કારકિર્દી ધરાવે છે. ડો. પાર્થ પટેલે બરોડામાંથી એમબીબીએસ અને ઓર્થોપેડીકની પદવી હાંસલ કરી છે. ડો. પાર્થ પટેલે જી.ટી. શેઠ ઓર્થોપેડીક હોસ્પીટલ તેમજ સહયોગ હોસ્પીટલમાં હજારો દર્દીઓની સારવાર કરી નામના મેળવેલ છે. ડો. પાર્થ પટેલ તમામ પ્રકારના ફ્રેકચરની સારવાર, પોલીટ્રોમા, કમરનો દુખાવો, સાંધાના દુખાવા, વા, રમતગમતમાં થતી ઈજા સહિતની તમામ પ્રકારની સારવાર કરવાના નિષ્ણાત છે. ડો. પાર્થ પટેલ પોલીટ્રોમાની સારવાર, મણકાના ઓપરેશન, ઓર્થોસ્કોપી અને આર્થોપ્લાસ્ટીના નિષ્ણાંત

જીનેસીસ હોસ્પીટલ બાપા સીતારામ ચોક,રૈયા ચોકડી પાસે,રૈયા રોડ-રાજકોટ

(1:11 pm IST)