Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ક્રાઇમ બ્રાંચનો કાળીપાટ ગામમાં દરોડોઃ ૩.૭૮ લાખના દારૂ સાથે પાંચ ઝડપાયા

ઉમેદસિંહ જાડેજાના મકાનમાં રાજકોટના કિશોર કોળીએ જથ્થો ઉતાર્યો હતોઃ આ બંને તેમજ ત્રણ મજૂરો વિજય, સંજય અને ગોપાલની પણ ધરપકડઃહેડકોન્સ. પી. ડી. ઝાલા, વિક્રભાઇ લોખીલ અને યોગેન્દ્રસિંહ જાડેજાની બાતમીઃ અલ્ટો અને વેગનઆર અને વેન મળી ૬,૮૧,૧૦૦નો મુદ્દામાલ કબ્જે

પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.એસ.આઇ. મહાવીરસિંહ જાડેજા, પી.એસ.આઇ. વનરાજસિંહ જાડેજા અને ટીમ તથા પકડાયેલા પાંચેય શખ્સો, કબ્જે થયેલો દારૂ અને કાર જોઇ શકાય છે

 

રાજકોટ તા. ૨૪: ક્રાઇમ બ્રાંચે કાળીપાટ ગામે મોડી રાત્રે દરબાર શખ્સના ઘરમાં દરોડો પાડી રૂ. ૩,૭૮,૬૦૦નો દારૂનો જથ્થો તથા બે કાર મળી કુલ રૂ. ૬,૮૧,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરી દરબાર શખ્સ, તથા તેના ઘરમાં દારૂ ઉતારનાર રાજકોટના કોળી શખ્સ અને ત્રણ મજૂર મળી પાંચની ધરપકડ કરવામાં આવી છે. 'માલ'નું કટીંગ થઇ રહ્યું હતું ત્યારે જ પોલીસ ત્રાટકી હતી.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી કરણરાજ વાઘેલા, ડીસીપી બલરામ મીના, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઇ. મહાવીરસિંહ બી. જાડેજા, પી.સી.બી.ના પી.એસ.આઇ. વનરાજસિંહ જે. જાડેાજ, હેડકોન્સ. પ્રતાપસિંહ ડી. ઝાલા, યોગેન્દ્રસિહ જાડેજા, કોન્સ.  વિક્રમભાઇ લોખીલ,  કુલદીપસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ, અશ્વિનગીરી, અજયભાઇ સહિતની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે પી.ડી. ઝાલા, યોગેન્દ્રસિંહ અને વિક્રમભાઇને મળેલી બાતમી પરથી કાળીપાટ ગામમાં ઉમેદસિંહ મંગળસિંહ જાડેજાના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો.

અહિથી રૂ. ૩,૭૮,૬૦૦નો ૯૬૬ બોટલ દારૂ મળતાં તે તથા એક વેગનઆર અને એક અલ્ટો કાર રૂ. ૩ લાખની તેમજ પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૬,૮૧,૧૦૦ની મત્તા કબ્જે કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચે ઉમેદસિંહ તથા તેના ઘરમાં દારૂ ઉતારનારા રાજકોટ ચુનારાવાડ-૩નાકિશોર ડાયાભાઇ રાઠોડ (કોળી) અને તેની સાથેના ત્રણ મજૂરો વિજય રતિભાઇ રાઠોડ (ઉ.૩૦), સંજય ઓધવજીભાઇ સનુરા (ઉ.૨૮) અને ગોપાલ કમલેશભાઇ ચોૈહાણ (ઉ.૨૧)ને પકડી લીધા હતાં.

કિશોર કોળીએ ઉમેદસિંહના ઘરમાં આ દારૂ ઉતાર્યો હતો. ત્યાંથી બે ગાડીમાં માલનું કટીંગ કરવાનું હતું. કટીંગ થાય એ પહેલા જ ક્રાઇમ બ્રાંચ ત્રાટકી હતી. દારૂ કયાંથી આવ્યો? કોણે સપ્લાય કર્યો? તે અંગે વિશેષ તપાસ થઇ રહી છે. કિશોર અગાઉ પણ દારૂ અને મારામારીના ગુનામાં પકડાઇ ચુકયો છે અને પાસામાં ત્રણ વખત જઇ આવ્યો છે. (૧૪.૮)

(3:59 pm IST)