Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

રાજકોટમાં કોરોનાએ ફરી માથુ ઉંચકયુ: સાંજે 31 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 46 કેસ નોંધાયા

 રાજકોટ: શહેરમાં સાંજે 31 અને બપોરે 15 સાથે આજે કુલ 46 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 31 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 15, 981 થયા છે. હાલમાં 122 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 35 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(9:08 pm IST)