Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

૬ વોર્ડ માં કોંગ્રેસ ત્રીજા નંબરે ફેંકાયું

વોર્ડ નં. ૪ માં 'આપ'ના ભૂવા ૯,૧પ૮, વોર્ડ નં. ૮માં શિવલાલભાઇ બારસિયા ૭૩૦૦ મત મેળવ્યા

રાજકોટ, તા. ર૪ :  મ.ન.પા.ની ચૂૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયા જંગ હતો. ભાજપ, કોંગ્રેસ ઉપરાંત 'આપ' પણ ચૂંટણીમાં હતું. ઘણા લોકોએ એવી ધારણા બાંધી હતી કે આપ ભાજપના મત તોડશે પણ મત ગણતરીમાં તેનાથી ઉલટુ જ ચિત્ર જોવા મળ્યું. કુલ ૧૮ વોર્ડમાંથી કોંગ્રેસ ૬ વોર્ડમાં બીજી સૌથી મોટી પાર્ટી રહી નથી ત્યાં આમ આદમી પાર્ટીએ પોતાનું સ્થાન બનાવ્યું છે. વોર્ડ નં. ૧,૪,૮,૯,૧૧ અને ૧૪માં કોંગ્રેસ કરતા 'આપ'ને વધુ મતો મળ્યા હતા.

(4:16 pm IST)