Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

વોર્ડ નં.૧રમાં ભાજપ ઉમેદવાર દ્વારા જબરદસ્ત વિજય સરઘસ

રાજકોટઃ મહાનગરપાલીકા વોર્ડ નં. ૧રમં પ્રદીપ ડવ, મગનભાઇ સોરઠીયા, અસ્મિતાબેન દેલવાડીયા, મિતલબેન લાઠીયાને વિજય થતા જોરદાર વિજય સરઘસ યોજાયું હતું. લોકોએ ફુલહાર કરી આવકાર્યા હતા. વોર્ડ નં.૧ર પ્રમુખ રસીકભાઇ કાવઠીયા, મહામંત્રી મનસુખભાઇ વેકરીયા, દશરથસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા (પીન્ટુભાઇ ખાટડી), રૂપેશભાઇ ડોડીયા, સિદ્ધરાજસિંહ જાડેજા, કાનાભાઇ મીયાત્રા, રજનીભાઇ લીલા, યોગેન્દ્રસિંહ જાડેજા, મહેશભાઇ રાઠોડ, કિરણબેન હરસોડા, કંચનબેન મરડિયા, રશ્મિબેન પટેલ, જયશ્રીબેન પરમાર, મીનાબેન રાધલીયા, પરસોતમભાઇ રાઠોડ, કિશન ટીલવા, હેમેન્દ્રસિંહ જાડેજા, રમણીકભાઇ  દેવળીયા, જય ગજજર, મિલન હીરપરા, યુવરાજસિંહ ઝાલા, સુખદેવસિંહ ઝાલા, ભાવેશ વઘાસીયા, વિપુલ ઘીયાડ વગેરે  સાથે જોડાયા હતા.

(4:15 pm IST)
  • ત્રંબામાં સાંજે પ્રથમવાર મુખ્યમંત્રીની જાહેરસભા : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે રાજકોટ શહેર-જિલ્લાની મુલાકાતે છે. તેઓ આજે સાંજે ૭ વાગ્યે ત્રંબા કસ્તુરબાધામ ત્રંબા ખાતે ભાજપનો પ્રચાર કરશે. ગામમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા પ્રથમ વખત યોજાઈ રહી છે. જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભૂપત બોદર ચૂંટણી લડી રહ્યા છે. access_time 4:13 pm IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,886 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,46,432 થઇ :એક્ટિવ કેસ 1,48,691 થયા: વધુ 11,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,36,432 થયા :વધુ 141 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 742 થયા access_time 1:09 am IST

  • સ્પાઈસ જેટ એરલાઈન્સ આગામી ૭ માર્ચથી રાજકોટ – મુબઇ વચ્ચે ડેઈલી ફલાઈટ શરૂ થશે : રાજકોટથી બોમ્બે અને દિલ્હી વચ્ચે ફલાઈટ ઉડાડતી સ્પાઈસ જેટ એરલાઈન્સ ૭ માર્ચથી રાજકોટ - મુબઈ વચ્ચે બીજી ડેઈલી ફલાઈટ શરૂ કરશે : ફલાઈટનો સમય સાંજે ૭:૧૦ મીનીટે આવશે સાંજે ૭:૪૦ રવાના થશે access_time 6:02 pm IST