Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

રાજકોટમાં કોંગ્રેસના ૩૭ અને 'આપ'ના ૬૮ સહિત કુલ ૧૮૫એ ડીપોઝીટ ગુમાવી

કુલ ૨૯૩માંથી માત્ર ૧૦૮ ઉમેદવારોને જનતાએ માન આપ્યુ

રાજકોટ, તા. ૨૪ :. મ.ન.પા.ની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યા બાદ મતદાનમાં જે આંકડાઓ બહાર આવ્યા છે તે ચોંકાવનારા છે કેમ કે વિપક્ષ કોંગ્રેસના ૩૭ અને 'આપ'ના ૬૮ તેમજ અપક્ષ ૮૦ સહીત કુલ ૧૮૫ ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી છે.

ચૂંટણી અધિકારીએ આ અંગે જાહેર કરેલ વોર્ડવાઈઝ આંકડાઓમાં જણાવાયા મુજબ વોર્ડ નં. ૧મા કોંગ્રેસના ૩ આપતા ૪ અને અન્ય ૧૦, વોર્ડ નં. ૨માં કોંગ્રેસના ૩, આપના ૪, વોર્ડ નં. ૩મા કોંગ્રેસના ૪, આપના ૪, અન્ય ૩ વોર્ડ નં. ૫મા કોંગ્રેસના ૨, આપના ૪ અન્ય ૨, વોર્ડ નં. ૬મા આપના ૪, અન્ય ૨, વોર્ડ નં. ૭મા કોંગ્રેસના ૧, આપના ૪, અન્ય ૨ તથા વોર્ડ નં. ૮મા કોંગ્રેસ ૪ તથા આપના ૪, અન્ય ૪ જ્યારે વોર્ડ નં. ૯મા કોંગ્રેસમા ૪ તથા આપના ૪ અન્ય ૪, વોર્ડ નં. ૧૦મા કોંગ્રેસના ૨, આપના ૪ અન્ય ૨, તેમજ વોર્ડ નં. ૧૧માં કોંગ્રેસના ૩ આપના ૩ અન્ય ૫, વોર્ડ નં. ૧૨માં કોંગ્રેસ ૧ આપના ૪ અન્ય ૩, ઉપરાંત વોર્ડ નં. ૧૩માં કોંગ્રેસના ૨, આપના ૪ અન્ય ૯ તથા વોર્ડ નં. ૧૪માં કોંગ્રેસના ૩, આપના ૪ અન્ય ૩ વોર્ડ નં. ૧૫મા આપના ૪ અન્ય ૭ તેમજ વોર્ડ નં. ૧૬મા આપના ૪ અન્ય ૪, વોર્ડ નં. ૧૭મા કોંગ્રેસના ૨ આપના ૪ અન્ય ૭ અને વોર્ડ નં. ૧૮મા આપના ૪ તેમજ અન્ય ૭.

આમ ઉપરોકત આંકડા મુજબ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના ૩૭ અને આપના ૬૮ તથા અન્ય ૮૦ મળી કુલ ૧૮૫ ઉમેદવારોની ડીપોઝીટ ડુલ થતા પ્રજાએ ૨૯૩ ઉમેદવારોમાંથી માત્ર ૧૦૮ ઉમેદવારોને માન્યતા આપી હોવાનું સ્પષ્ટ થયુ છે.

(4:15 pm IST)