Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

માર્ચના પ્રારંભે મનપામાં મેયરની ચૂંટણીઃ ખુરશી માટે વિજેતાઓમાં થનગનાટ

મેયર પદ ઓ.બી.સી.અનામત હોઇ ડો. અલ્પેશ મોરજરીયા, નરેન્દ્ર ડવ, પ્રદીપ ડવ, બાબુભાઇ ઉધરેજા, નિલેષ જલુ, વગેરે દાવેદારો

રાજકોટ તા. ર૪ : મ.ન.પા.ની ચુંટણીમાં ભા.જ.પે ભવ્ય વિજય મેળવ્યો છે.ત્યારે હવે તાલુકા જીલ્લા પંચાયતની ચુંટણીઓની આચારસહિંતા ર૮મી બાદ માર્ચના પ્રારંભેજ મેયર સહીતના પદાધિકારીઓની ચુંટણી યોજી અને નવી બોડીને શાસન સુપ્રત કરી દેવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યુ છે.

આમ મેયરની ચૂંટણીની જાહેરાત થતાજ હવે નવા ચુંટાયેલા ભા.જ.પ.ના ઉમેદવારોમાં પદાધિકારી બનવાનો થનગનાટ શરૂ થયો છે.

નોંધનીય છે કે આ ટર્મમાં રાા વર્ષ માટે મેયર પદ ઓ.બી.સી.જ્ઞાતી માટે અનામત હોવાથી ડો.અલ્પેશ મોરઝરીયા, નરેન્દ્ર ડવ, પ્રદીપ ડવ, બાબુભાઇ ઉધરેજા, નિલેષ જલુ વગેરે દાવેદારો છે.

સ્ટે.ચેરમેનના દાવેદારો

જયારે મ.ન.પા.ના પદાધિકારીઓના ''કી-પોષ્ટ'' ગણાતી સ્ટેન્ડીંગ કમીટી ચેરબેનની ખુરશીની દાવેદારી માટે દેવાંગ માંકડ, જયમીન ઠાકર, મનીષ રાડિયા, નેહલ શુકલ, જો મહિલા ચેરપર્સનની વાત આવેતો ડો.દર્શીતા શાહનું નામ પણ ચર્ચામાં છે.

(3:57 pm IST)