Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ભાડે રાખેલ હોલમાં લાખોનું નુકશાન કરવાના ગુનામાં આરોપીઓના આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા.૨૪: માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં દ્વારા નોંધવામાં આવેલ એટ્રોસીટી એકટ તથા ભાડે રાખેલ હોલના તાળા તોડી તેમાં રાખેલ ફર્નિચર તથા પી.ઓ.પી. તથા લાઇટ ફીંટીગ તથા પ્લમ્બીંગ એમ કુલ રૂ.૨૮,૦૦૦/નું નુકશાનના કામે આરોપીઓને આગોતરા જામીન પર સેશન્સ કોર્ટે છોડવાનો હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે, ફરીયાદી સેજલ પંકજભાઇ ચાવડાએ ઉપર આવેલ રોયલ એલેન્ઝા નામના બિલ્ડીંગમાં ફર્સ્ટ ફલોર ઉપર રાજકોટ ખાતે આવેલ હોલ હસમુખભાઇ પરસાણા પાસે દર મહીને રૂ.૧,૫૦,૦૦૦/ ભાડે પેટે ત્રણ વર્ષ માટે નોટરાઇઝ ભાડા કરાર કરી આ હોલમાં મે.મેઝીક સીઝરના નામે બ્યુટીપાર્લર ચાલુ કરેલ અને લાંબા સમયનો ભાડા કરાર હોય આ હોલમાં ફર્નિચર તથા પી.ઓ.પી. તથા લાઇટ ફીટીંગ તથા પ્લમ્બીંગ કામ મળી કુલ રૂ. ૨૮,૦૦,૦૦૦/ નો ખર્ચ કરાવેલ. જુન-૨૦૨૦માં આ જગ્યાના માલીક હસમુખભાઇએ મને જણાવેલ કે મે બધુ મારા દિકરા વીંકલ પરસાણાના નામે કરેલ છે અને હવે ભાડા કરારમાં ફેરફાર કરવાનો છે તેની સાથે નવો ભાડા કરાર કરવો પડશે. જેથી અરજદાર સાથે નવો ભાડા કરાર કરવામાં આવેલ અને માસીક રૂ.૨ લાખનું ભાડુ બંને વચ્ચે નક્કી થયેલ. તેમજ લોકડાઉનના હીસાબે પાર્લરનો ધંધો  બંધ હોય અને આર્થિક પરીસ્થિતી ખરાબ હોય જેથી નવું ભાડુ ચુકવી શકે નથી. જેથી અરજદારે વિંકલભાઇએ બ્યુટીપાર્લર બંધ કરાવી દીધેલ અને ત્રણ વર્ષનું ભાડુ રૂ.૬ લાખ બાકી હોવાથી વીંકલભાઇએ તાળા તોડી તેમાં રાખેલ ફર્નિચર તથા પી.ઓ.પી. તથા લાઇટ ફીટીંગ તથા પ્લમ્બીંગ એમ કુલ રૂ.૨૮ લાખનું નુકશાન કરી આરોપીએ તાળા મારી દીધેલ અને ફરીયાદીને મા-બેન સમી ભુંડી ગાળો તથા જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી એટ્રોસીટી એકટની કલમ-૩(૧)(આર), ૩(૨)(વીએ) તથા ઇ.પી.કો કલમ - ૪૪૭ તથા ૫૦૪ વિગેરેની ફરીયાદ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ.

આ કામના અરજદાર વિંકલભાઇ પરસાણા તથા હસમુખભાઇ પરસાણા દ્વારા તેમના એડવોકેટ ચેતન પજવણી તથા રાકેશ દોશી દ્વારા રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી.

રાજકોટના અધિક સેશન્સ જજ શ્રી એચ.એમ.પવાર મેડમે બંને પક્ષોની દલીલો  સાંભળી ચેતનભાઇ પજવાણી તથા રોકશભાઇ દોશીની દલીલોને ગ્રાહય રાખી તથા ફરીયાદીનો પ્રાયમોફેસી કેસ એટ્રોસીટી એકટ અન્વયે આકર્ષતો ન હોય. જેથી આ કામના અરજદારોને યોગ્ય શરતોને આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો.

આ કામના આરોપી હસમુખભાઇ પરસાણા તથા વીંકલભાઇ પરસાણા વતી રાજકોટના વિધ્વાન વકીલ શ્રી ચેતનભાઇ પજવાણી, રાકેશભાઇ દોશી, ગૌતમ ગાંધી, સ્તવન મહેતા તથા વૈભવ કુંડલીયા રોકાયેલ હતા.

(3:49 pm IST)