Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

શહેરમાં નવા ૧૫ કેસ

કેસ વધવા લાગતા આરોગ્ય તંત્રને દોડાવતા મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ : ૧૮ વોર્ડના પ્રભારીને જવાબદારી સુપ્રત કરાઇ : બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન તથા એરપોર્ટ ખાતે મુસાફરોનું મેડીકલ સ્ક્રિનીંગ કરાશે

રાજકોટ, તા.૨૪:  વૈશ્વિક મહામારી કોરોનાનાં શહેરમાં બપોર સુધીમાં ૧૫  કેસ નોંધાયા છે. હવે કેસ વધવા લાગતા મ્યુ. કમિશ્નરે આરોગ્ય તંત્રને દોડાવ્યુ છે. હવે ૧૮ વોર્ડના પ્રભારીને જવાબદારી સુપ્રત કરી ફરી ફિલ્ડમાં ઉતરવા તાકિદ કરી છે. આ ઉપરાંત શહેરના બસ સ્ટોપ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટપરના મુસાફરોનું મેડીકલ સ્ક્રિનીંગ કરવામાં આવશે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૫  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૫,૯૫૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૫,૬૫૧ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૮.૨૧ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૯૩૮ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૪૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૬૯  ટકા થયો  હતો. જયારે ૨૯ દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૯૦,૨૪૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૪૫૦ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૭૦ ટકા થયો છે.

(3:45 pm IST)