Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

મ.ન.પા.માં મીન રાશીનો દબદબો

ચુંટણીમાં વિજેતા બનેલા મોટા ભાગના ઉમેદવારના નામ દ,ચ,ઝ,થ અક્ષરથી શરૂ થાય છે

રાજકોટ, તા., ૨૪: શહેરના ૧૮ વોર્ડની ૭ર બેઠકો માટે યોજાયેલ આ ચુંટણીમાં ભાજપને -૬૮ અને કોંગ્રેસનો ૪ બેઠકો ઉપર વિજય થયો છે. જેમાં મીન રાશીનો દબદબો રહયો છે. દ, ચ, ઝ, થ અક્ષરની નામની શરૂઆત થતી હોય તેવા ૧૦ ઉમેદવાર ચુંટાયા છે.

ત્યાર બાદ વૃષભ રાશીના ૮, મેષ રાશીના ૭ ઉમેદવારો વિજેતા થયા છે.

આ   ઉપરાંત   ધન,   કન્યા,   તુલા,    મકર   અને કુંભ રાશીના ૬ અને કર્ક રાશીના બે ઉમેદવાર વિજેતા બન્યા છે.

(3:43 pm IST)