Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

નવ કિલો ગાંજાના ગુનામાં સામેલ આશીફ થેબેપોત્રા પાસામાં ધકેલાયો

પ્રનગર પોલીસે વોરંટની બજવણી કરી ભાવનગર જેલમાં ધકેલી દીધો

રાજકોટ, તા.૨૪: પ્રધ્યુમનનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં નવ કિલો ગાંજા સાથે પકડાયેલા શખ્સને પાસામાં ધકેલી દેવાયો છે.

મળતી વિગત મુજબ શહેરના પ્રધ્યુમનનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં અગાઉ રૂ.૯૯ હજારની કિંમતના ૯,૯૦૦ કિલો ગાંજા સાથે આશીફ ઇબ્રાહીમભાઇ થેબેપોત્રા (ઉ.વ.૨૫) (રહે. ગવલીવાડ મેઇન રોડ હવાબેનના મકાનમાં ભાડે)ને પકડી લીધો હતો. આ શખ્સને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના ઇન્ચાર્જ પી.આઇ. આર.વાય.રાવલ, હેડ કોન્સ રાજુભાઇ તથા ઇન્દ્રવિજયસિંહે દરખાસ્ત કરતા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા પ્રનગર પોલીસ મથકના પીઆઇ.એલ.એલ માવડા પી.એસ.આઇ કે.ડી.પટેલ, એ.એસ.આઇ. સંજયભાઇ, હેડ કોન્સ જનકભાઇ, દેવશીભાઇ, વિજયરાજસિંહ, હરેશભાઇ, યુવરાજસિંહ, કુલદિપસિંહ, અક્ષયભાઇ, અશોકભાઇ, મહાવીરસિંહ સહિતે આશીફ થેબેપોત્રાની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં ધકેલી દીધો હતો.

(2:39 pm IST)