Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ગોંડલ રોડના બરકતીનગરમાં બાળ લગ્ન અટકાવાયાઃ વર-કન્યા બંનેની ઉમર ૧૭ વર્ષ

રાજકોટ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને બાળલગ્ન પ્રતિબંધક કચેરીની ટીમની કાર્યવાહીઃ બાબરાથી જાન આવી હતી

રાજકોટ તા. ૨૪: ગોંડલ રોડ પર ઢોલરા ચોકડી પાસે બરકતી નગરમાં બાળલગ્ન થઇ રહ્યાની માહિતી પરથી બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની ટીમે ત્યાં પહોંચી તપાસ કરતાં આ વિસ્તારમાં રહેતાં પરિવારની ૧૭ વર્ષની દિકરીના લગ્ન થઇ રહ્યાનું જણાતાં તાલુકા પોલીસનો સંપર્ક કરી કાર્યવાહી કરી બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતાં.

જાન બાબરાથી આવી હતી. કન્યા તો ૧૭ વર્ષની હતી, વરરાજાની ઉમર પણ ૧૭ વર્ષન જ હોવાનું જણાતાં લગ્ન અટકાવાયા હતાં અને વર-કન્યાને કચેરીએ લાવી તેના વાલીઓ સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ બાળલગ્ન અટકાવવાની કાર્યવાહી જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામી, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન જે. વ્યાસ, એ. એસ. વાઘેલા, ડો. એમ. પી. પંડિત, અલ્પેશગીરી ગોસ્વામી, પંકજભાઇ દુધરેજીયા સહિતે કરી હતી.

(10:56 am IST)