Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલયે વિજયોત્સવ : મહાપાલિકામાં જીતનો જશ્ન

રાજકોટ : મહાનગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાતા રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલયે જીતનો જશ્ન મનાવાયો હતો. ભાજપા અધ્યમક્ષ મનસુખભાઇ ખાચરીયાના માર્ગદર્શન હેઠળ મહામંત્રી મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલાના વડપણ હેઠળ આતશબાજી અને મીઠા મોઢા કરી વિજયોત્સવ મનાવાયો હતો. આ તકે જિલ્લા ચુંટણી ઇન્ચાર્જ ચેતનભાઇ રામાણી, ભાસ્કરભાઇ જસાણી, ગીરીશભાઇ પરમાર, ચંદુભાઇ શીંગાળા, ડો. દિપકભાઇ પીપળીયા, અરૂણભાઇ નિર્મળ, જીજ્ઞેશભાઇ પટોળીયા, જયેશભાઇ પંડયા, નીતિનભાઇ સગપરીયા, પાર્થભાઇ ચાંગેલા, નીલેશભાઇ દોશી, રજનીભાઇ સખીયા, અલ્પેશભાઇ અગ્રાવત, વિવેકભાઇ સાતા, કિશોરભાઇ ચાવડા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(10:56 am IST)