Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

અમીન માર્ગ પર 'હિટ એન્ડ રન': એકટીવા ચાલક યુવતિ બાળકને ઠોકરે લઇ ભાગી ગઇ

ગોંડલ રહેતાં રાજકોટ જળસ્ત્રાવ એકમના એન્જિનીયરનો ૬ વર્ષનો પુત્ર પાર્થ રાજકોટ સગાને ત્યાં આવ્યો હોઇ શેરીમાં રમતો હતો ત્યારે બનાવ

રાજકોટ તા. ૨૪: અમીન માર્ગ નર્મદા પાર્ક-૩માં રાત્રીના દસેક વાગ્યે રાજકોટ જીલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમના એન્જિનીયરના ૬ વર્ષના પુત્રને તે  શેરીમાં રમતો હતો ત્યારે  એકટીવા ચાલક યુવતિ ઠોકરે ચડાવી ભાગી જતાં બાળકને ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરાયો છે.

આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે ગોંડલના આશુતોષ ચંદુલાલ ભાલાળા (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી જીજે૦૩કેકયુ-૫૫૨૯ની ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આશુતોષ ભાલાળા રાજકોટ જુની કલેકટર કચેરી જીલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમમાં એન્જિનીયર તરીકે ફરજ બજાવે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે હું ગોંડલ મારા પત્નિ તથા ૬ વર્ષના પુત્ર પાર્થ સાથે રહુ છું અને રાજકોટ નોકરી કરુ છું. ૨૧/૨ના રોજ મારો દિકરો પાર્થ તેના મામા મિહીરભાઇ વસોયા સાથે રાજકોટ અમીન માર્ગ પાસે નર્મદા પાર્ક-૩માં રહેતાં મિહીરભાઇના માસી રીનાબેન દેસાઇને ઘરે રોકાવા આવ્યો હતો. મંગળવારે ૨૩મીએ સાળા મિહીરભાઇનો ફોન આવ્યો હતો કે પાર્થ રાતે દસેક વાગ્યે શેરીમાં રમતો હતો ત્યારે એક છોકરીએ પુરપાટ ઝડપે એકટીવા હંકારી પાર્થને હડફેટે લઇ ઇજા પહોંચાડતાં તેને રાજનગર ચોકની શારદા હોસ્પિટલમાં દાખલ કર્યો છે.

આથી હું ગોંડલથી મારા પત્નિ સંસ્કૃતિને લઇને રાજકોટ પહોંચ્યો હતો. હોસ્પિટલમાં જોતાં મારા દિકરાને માથામાં ડાબી બાજુ, ડાબા કાન પાછળ, મોઢામાં ઉપરના દાંત-પેઢામાં અને પગના ભાગે ઇજાઓ થયેલી જોવા મળી હતી. સાળા મિહીરભાઇએ મને કહેલુ કે બહાર શેરીમાં પાર્થ રમતો હતો ત્યારે એક છોકરીના એકટીવાની ઠોકરે તે ચડી ગયો છે. અકસ્માત સર્જી એ છોકરી ભાગી ગઇ છે. પણ એકટીવાનો ફોટો પાડી લીધો છે, જેના નંબર જીજે૦૩કેકયુ-૫૫૨૯ છે. માલવીયાનગરના એએસઆઇ ગીતાબેન વાય. પંડ્યાએ ગુનો નોંધી અકસ્માત સર્જી ભાગી ગયેલી એકટીવાચાલક છોકરીની તપાસ શરૂ કરી છે.

(11:56 am IST)
  • દેશના બીજા નંબર સ્ટોક એક્સચેન્જ એનએસસીમાં મોટો ફોલ્ટ : દેશભરમાં શેરોના કામકાજ ઠપ્પ : હજારો બ્રોકરોને અસર : આજે સવારે ૧૧:૪૦ કલાકે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં મોટો ટેકનીકલ ફોલ્ટ થતાં આ શેરબજાર બંધ કરી દેવાયુ છે : ઉચ્ચ અધિકારીઓ આ ફોલ્ટ માટે દોડી ગયા છે : એનએસસીમાં ફયુચર અને ડે ટુ ડે સોદા તથા ડિલીવરી કામકાજા બંધ થઈ જતાં દેશભરના હજારો બ્રોકરો અને લાખો ગ્રાહકોને મોટી અસર થઈ છે : સોદા અટકી પડતા દેકારો બોલી ગયો છે : મુંબઈ શેર બજાર રેગ્યુલર ચાલુ હોવાનું અધિકારી વર્તુળોએ જણાવ્યુ હતું access_time 12:00 pm IST

  • મધ્યપ્રદેશમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધાના કેટલાક કલાકો બાદ મહિલાનું મોત : બડવાની જિલ્લામાં સ્વાસ્થ્ય વિભાગની 60 વર્ષીય મહિલા કર્મચારીનું રાશિનો બીજો ડોઝ લીધા બાદ મોત : જિલ્લા કલેકટરે આપ્યા તપાસના આદેશ access_time 12:29 am IST

  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,462 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,29,326 થઇ :એક્ટિવ કેસ 1,44,027 થયા: વધુ 13,659 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,24,146 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,598 થયા access_time 9:01 am IST