Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

૧ માર્ચના બહેનો માટે મહિલા રમતોત્સવ

૫૦મીટર દોડ, ત્રીપગી દોડ, દોરડા કૂદ, લીંબુ ચમચી, મ્યુઝીકલ ચેર હરીફાઈઃ રઘુવંશી મૈત્રી મહિલા મંડળ ગાંધીગ્રામનું આયોજન

રાજકોટ,તા.૨૪: રઘુવંશી મૈત્રી મહિલા મંડળ ગાંધીગ્રામ રાજકોટ દ્વારા ૧ માર્ચ  રવિવારે બપોરે ૪ વાગે શ્રી અમથીબા સ્કુલ (ગાંધીગ્રામ) ખાતે ''મહિલા રમોત્સવ-૨૦૨૦'' રાખેલ છે. જેમાં ૫૦ મીટર દોડ, ત્રીપગી દોડ, દોરડા કૂદ, લીંબુ ચમચી, મ્યુઝીકલ ચેરની હરીફાઈ રાખેલ છે. જેમાંથી કોઈપણ બે હરિફાઈમાં (બે રમતમાં) ભાગ લઈ શકશે તેમ સંસ્થાના બહેનોએ જણાવેલ.

આ રમોત્સવમાં ભાગ લેવા માટે કમલાબેન ભાગ્યોદય (મો.૯૪૨૭૪ ૧૦૦૦૭), સોનલબેન જોબનપુત્રા (મો.૯૮૭૯૭ ૩૯૫૧૫), જાગૃતિબેન ખિમાણી (મો.૭૮૭૮૦ ૩૬૧૪૧), કલ્પનાબેન પોપટ (મો.૯૪૨૭૪ ૩૪૫૭૯), રોનકબેન પારેખ (મો.૯૪૨૭૫ ૬૦૦૬૦), કરૂણાબેન સેમૈયાનો સંપર્ક કરવો. વિજેતા બહેનોને શિલ્ડ- ઈનામો આપવામાં આવશે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:03 pm IST)